સ્થાનિક પ્રજાનો રોષ પારખી ગયેલ ભાજપ તરફી અપક્ષ સભ્યો સત્તા પાર્ટીમાં હોવા છતાં સભ્યો વિરોધ પાર્ટી સાથે ભૂગર્ભ ગટર યોજના વિરોધ માં જોડાયા

258 Views

ગોધરા નગરના વિવિધ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજના કામગીરીમાં નિયમો નેવે મૂકી ભારે ખાયકી થયેલ છે તેનો વિરોધ સાથે બોર્ડ બોલાવી ચર્ચા કરવા વિરોધ પક્ષએ માંગ કરતુ આવેદન પત્ર આપેલ છે. લોકશાહી દેશ વિરોધ પક્ષ કરે એ સ્વાભાવિક છે. પરંતુ વિરોધમાં સત્તા પાર્ટીના સભ્યો જોડાય તે અચરજ પૂર્વક છે
નગર પાલિકા પ્રથમ સત્ર અપક્ષ સભ્યો સાથે મળી સત્તાથી ભોગવી અને ભાજપને સત્તા થી દૂર રાખવાના વચન લીધા. પરંતુ બીજા ટર્મ પ્રમુખની ચૂંટણી સમયે અપક્ષ એકતા તોડી ભાજપની તરફેણમાં મતદાન કરવાથી સ્થાનિક પ્રજામાં ભારે રોષ ભભુકી ઉથયો હતૉ એ રોષ આવનાર નગર પાલિકાની ચૂંટણી ટાણે લોકો ફેંકી ના દે, અને પોતાની ભાજપ છબી સુધારવા લોકોમાં વિશ્વાસ ઉભો કરવા ભાજપ લોબી ના લઘુમતી સભ્યો વિરોધ પાર્ટીને સેહકાર આપી રહયાની લોક ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *