આંધ્ર પ્રદેશમાં શાળા શરુ થયાના ત્રીજા જ દિવસે 262 વિદ્યાર્થી અને 160 શિક્ષકો કોરોના પોઝિટિવ

1,390 Views

આંધ્ર પ્રદેશમાં 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે 2 નવેમ્બરથી શાળા શરુ કરવામાં આવી હતી. શાળા શરુ થયાના ત્રણ જ દિવસમાં 262 વિદ્યાર્થીઓ અને 160 શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. શાળા શિક્ષા આયુક્ત વી ચિન્ના વીરભદ્રદૂએ આ જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યાનુસાર શાળાએ આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સામે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાનજક સ્થિતિમાં નથી. આ ઉપરાંત સંસ્થાન કોવિડ-19 માટેની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે શક્ય દરેક પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં એવું કહેવું યોગ્ય નથી કે શાળામાં આવવાના કારણે બાળકો સંક્રમિત થયા છે. શાળાના એક ક્લાસમાં 15 કે 16 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. વીરભદ્રદુના જણાવ્યાનુસાર અંદાજે 1.11 લાખ શિક્ષકોમાંથી 160 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *