ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન અનુસાર જ શરૂ થશે કોલેજો
554 Views
કોરોનાના કારણે છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે ત્યારે આજ રોજ સરકાર દ્વારા આગામી દિવસોમાં કોલેજો શરૂ કરવાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે કોલેજો શરૂ કરવાને લઈને કોલેજોએ કેટલાક નિયમો અનુસરવાના રહેશે.
કોલેજો શરૂ કરવા માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન
• કોલેજો શરૂ કરવા બાબતે UGCની ગાઈડલાઈન જાહેર
• ઓનલાઈન શિક્ષણ માટે કોલેજ મટીરીયલ આપશે
• સામાજિક અંતર અને માસ્ક પહેરવું ફરજીયાત
• કન્ટેનમેન્ટ ઝોન બહારની કોલેજો શરૂ કરી શકાશે
• 50% વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવા મંજૂરી
• કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થી-શિક્ષકોને બોલાવવા પર રોક
• વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર લગાવવા સૂચના
• કોલેજમાં વિદ્ર્યાર્થીઓ માટે આરોગ્યસેતુ એપ જરૂરી