હવે ભારતમાં પણ WhatsApp થી પૈસા મોકલવું થયું સરળ જાણો કેવી રીતે…………….

2,064 Views

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે?

તમારી પાસે એક બેંક અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઈલ નંબર હોવો જોઈએ. ત્યારબાદ તમારા વ્હોટ્સએપમાં ફોટો-વીડિયો મોકલવામાં આવતા અટેચમેન્ટ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમને પેમેન્ટનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવાથી રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે. અહીં તમારે બેંક અકાઉન્ટ અને અન્ય જાણકારી આપવી પડશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે ફોન કોલ્સ અને મેસેજ વાંચવાની પરવાનગી આપવી પડશે. ત્યારબાદ પેમેન્ટ કરવા માટે UPI પાસકોડ બનાવવો પડશે. જો તમારી પાસે પહેલાંથી જ UPI પાસકોડ છે તો તેનો પણ વ્હોટ્સએપ પર ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે વ્હોટ્સએપ પેમેન્ટ કામ કરશે?

વ્હોટ્સએપ પેમેન્ટ UPI અર્થાત યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર કામ કરશે. ગૂગલ પે, ફોન પે, BHIM અને વિવિધ બેંકોના એપ પણ આ જ સિસ્ટમ પર કામ કરે છે. વ્હોટ્સએપ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે તમારે વોલેટમાં પૈસા રાખવાની જરૂર નહીં પડે. વ્હોટ્સએપ યુઝર સીધા તેમનાં બેંક અકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરી શકશે. રજિસ્ટ્રેશન પછી પેમેન્ટ સેક્શનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે UPI ID સબમિટ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *