ગુજરાત:કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના પોઝીટીવ

208 Views

ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજે મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઈશ. ચિંતાનું કોઈ કારણ નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલને કચ્છની માંડવી બેઠક પરથી જાકારો મળ્યો હતો. આ બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાનો 9046 મતોથી વિજય થયો હતો. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1990, 1995, તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012ની ચૂંટણીમાં તેમને આ બેઠક પર પરાજય મળતા તેઓ 2014ની પેટાચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પરથી લડી ચૂંટાયા હતા. ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેઓ છબી ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *