ગુજરાત યુનિવર્સિટી SEM – 3 અને 5 પરીક્ષા કાર્યક્રમ જાહેર, 21 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને 8 ડિસેમ્બરથી શરૂ થશે પરીક્ષા

1,719 Views

અમદાવાદ – આજ રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 8 ડિસેમ્બરથી સ્નાતક (UG) સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે અનુસ્નાતક(PG)  સેમેસ્ટર 3ની પણ પરીક્ષા પણ લેવામાં આવશે. 21 નવેમ્બરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. કોલેજની ઈન્ટરનલ પરીક્ષા 5 દિવસ પહેલા પૂર્ણ કરાશે.

યુનિવર્સિટી પરીક્ષાની જાહેરાત

યુનિ.દ્વારા યુજી સેમેસ્ટર 3 ,5 અને પીજીમાં સેમેસ્ટર 3ની વિવિધ કોર્સની પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી બે તબક્કામાં શરૂ કરવા જાહેરાત કરાઈ

યુનિ.એ યુજી-પીજીના સેમેસ્ટર 2 અને 4ના 20 હજાર જેટલા વિદ્યાર્થીઓનું હજુ સુધી મુલ્યાંકન જ કર્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *