US ઈલેક્શન: જો બાઈડને ટ્રમ્પને હરાવ્યા, અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે; કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ

532 Views

અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત થઈ છે. તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.

શુક્રવારે બાઇડને વિલ્મિંગ્ટન ખાતે પોતાના સમર્થકોને કરેલા ઔપચારિક સંબોધનમાં તેમણે પ્રમુખ તરીકેનો ચાર્જ લેવા પોતે તૈયાર હોવાના સંકેતો આપતાં કહ્યું હતું કે ‘કોરોના સંક્રમણને ખાળવું એ મારી સૌપ્રથમ અગ્રિમતા બની રહેશે. આ માટેનો મારો પ્લાન હું બહુ ઝડપથી દેશ સમક્ષ મૂકીશ અને શપથવિધિની રાહ જોયા વગર એનો અમલ કરાવીશ. દેશ હાલ બે અંતિમવાદી વિચારધારા વચ્ચે વહેંચાઈ ગયો છે એ પણ મારા મતે ગંભીર બાબત છે, પરંતુ ચૂંટણીપ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે એ સ્વીકારીને સૌએ અમેરિકાને મજબૂત બનાવવાના લક્ષ્ય માટે કાર્યરત થઈ જવાનું છે. વિચારધારા વચ્ચેનો ભેદ ભૂંસવો એ પણ મારી પ્રાથમિકતા રહેશે.’ ટ્રમ્પનું નામ લીધા વગર બાયડને કહ્યું હતું કે ગુસ્સો થૂંકી દો, આપણે વિરોધીઓ હોય શકીએ છીએ, પરંતુ દુશ્મન નહીં. આપણે બધા અમેરિકન છીએ.

અમેરિકામાં ચાલી રહેલી મતગણતરીની વચ્ચે એક મહત્ત્વની જાણકારી સામે આવી છે. જ્યોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. અહીં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડનને પાતળી સરસાઈ મળી છે. જ્યોર્જિયાના સચિવ બ્રેડ રેફેન્સપર્ગરે કહ્યું હતું કે જેમ જેમ અમે મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં પહોંચી રહ્યા છીએ, તેમ તેમ અમે આગામી પગલાં તરફ નજર માંડી રહ્યા છીએ. તો જયોર્જિયા બાદ હવે પેન્સિલવેનિયામાં પણ બાઈડન આગળ નીકળી ગયા છે. અત્યારસુધી પેન્સિલવેનિયામાં ટ્રમ્પની સરસાઈ હતી, પરંતુ બાઈડને તેમને પાછળ છોડી દીધા છે. હવે ડેમોક્રેટ 4 અને રિપબ્લિકન માત્ર 1 રાજ્યમાં જ આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *