Janatanews360 Exit Poll :બિહારમાં ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે તેજસ્વી, જીતશે 175 બેઠકો
બિહાર વિધાનસભાની ચૂંટણી ના છેલ્લા તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મતદાન પ્રક્રિયા પૂરી થતાની સાથે જ લગભગ તમામ ટીવી ચેનલોના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા હતાં. જેમાં મોટા ભાગનામાં મહાગઠનંધનને સૌથી પહેલા ક્રમે દર્શાવવામાં આવ્યું છે. Janatanews360 એ તો RJD અને કોંગ્રેસના ગઠબંધનને 42 ટકા મતો મળતા હોવાનું અનુંમાન લગાવ્યું છે.
એક્ઝિટ પોલ પ્રમાણે જો બેઠકોની વાત કરવામાં આવે તો અન્યોના ખાતામાં 4, જ્યારે ભાજપ અને જેડીયૂના ખાતામાં માત્ર 60 બેઠકો આવી શકે છે. તો RJD-કોંગ્રેસ મહાગઠબંન સપાટો બોલાવી રહ્યું છે. મહાગઠબંધન 175થી પણ વધારે બેઠકો જીતતી હોવાનો આ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
આમ બિહારમાં તેજસ્વી યાદવ ઈતિહાસ રચતા હોવાનું Janatanews360 ના એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું છે. જોકે સાચા પરિણામો તો 10મી એ સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, બિહારની કુલ 243 વિધાનસભા બેઠકો પર 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કાલે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. કોરોના કાળ બાદ યોજાયેલી પહેલી ચૂંટણી શાંતિપૂર્વક સંપ્પન્ન થઈ હતી.