હવામાન વિભાગ – ઉત્તર-પૂર્વિય પવનથી રાજ્યમાં ઠંડી વધશે.

240 Views

જનતા ન્યુઝ 360, અમદાવાદ

       રાજ્‍યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ રહી છે જ્યારે આગામી  દિવસોમાં રાજ્યમાં ઉત્તર પૂર્વિય પવન ફુંકાવાને કારણે રાજ્યમાં ઠંડીનો વધારો થવાની શક્યતા હોય તેવું ગુજરાત હવામાન વિભાગ સેવી રહ્યું છે. આજે 14 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસ-પાસ રહેતા મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

       એક તરફ કોરોના મહાલો છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ફુલગુલાબી ઠંડી અને દિવસે સામાન્ય ગરમી એમ બે ઋતુનો એક જ દિવસે અહેસાસ થઇ રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણને કારણે લોકો વાઇરલ ઇન્ફેકશન સહિતના રોગોના ભોગ બન્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાસ કરીને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વધ્‍યો છે. ખુલ્લા વિસ્‍તારોમાં ઠંડીની તીવ્રતા વધારે જોવા મળી રહી છે.

       હવામાન વિભાગના સુત્રોના જણાવ્‍યા મુજબ હજુ એક સપ્તાહ સુધી ફુલગુલાબી ઠંડીનો માહોલ સર્જાયેલો જોવા મળશે. પરંતુ ત્યારબાદ કાતિલ ઠંડીનો દૌર શરૂ થવાની પુરેપુરી શક્યતાઓ છે. આ સિઝન દરમિયાન રાજ્‍યમાં સરેરાશ લધુત્તમ તાપમાન ૮ ડિગ્રી સુધી પહોંચી જશે જ્‍યારે નલીયા સહીત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી કરતા પણ નીચે પહોંચી તેવી આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર પડતી ઠંડી જમ્મુ-કશ્મીરમાં પડતી હિમવર્ષા અને ત્યારબાદ ફૂંકાતા સુકા-ઠંડા પવન પર આધારીત રાખે છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિમ વર્ષા શરૂ થઇ ચુકી છે જેમ જેમ તેમાં વધારો થશે તેમ તેમ ઠંડી વધશે તેવું હવામાન આગાહી કરતા તજજ્ઞો માની રહ્યાં છે.

વિવિધ શહેરના તાપમાન

ભાવનગર           18.2

પોરબંદર           18.7

ભૂજ                   19.6

નલિયા              14.9

સુરેન્દ્રનગર            19.2

કંડલા               18

અમરેલી            16.5

ગાંધીનગર             15

વલ્લભ વિદ્યાનગર  19.5

વલસાડ                14

અમદાવાદ         17.4

ડીસા                  17

વડોદરા             16.8

રાજકોટ             17.1

કેશોદ                16.6

 

 

 

_*ખાસ વિનંતી. –*_

_*તમારા સ્થાનિક, તાલુકા અને જિલ્લાઓના તરોતાજા સમાચાર જાણવા માટે જનતા ન્યૂઝ 360 માં જોડાઓ. ગ્રુપમાં જોડાવા માટે તમારો તાલુકો અને જિલ્લો લખીને જણાવો.*_

https://chat.whatsapp.com/E02cqB39Gru8EPiGh6gDYa

 

તાલુકા કે જિલ્લા પ્રમાણે ગ્રુપમાં જોડાવા માટે જનતા ન્યુઝ લિંક મોકલવામાં આવશે.

 

તમારી આજુબાજુ બનતી કોઈ પણ ઘટના અંગે અમોને (જનતા ન્યુઝ) જાણ કરો. તમારૂ નામ ગુપ્ત રહેશે. સામાજિક કે ઘરેલું હિંસા જેવી કનડગતી જેવી, બાળમજૂરી, સ્કૂલ, કોલેજને લગતી કોઈ પણ સમસ્યા, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોનું કવરેજ કરવા પણ સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *