અમદાબાદના ચાંદખેડાની હોસ્પિટલમાં મહિલાએ ત્રણ બાળકીઓને જન્મ આપ્યો. પિતા ખુશીથી ખુશહાલ

342 Views

જનતા ન્યુઝ 360 – અમદાવાદ –

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં એક મહિલાએ ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે.

હોસ્પિટલમાં યોગ્ય સારવાર પછી માતા અને ત્રણે દિકરીઓ સ્વસ્થ છે. અને માતા સવિતાબેન અર્જુનભાઈ પરમાર અને દિકરીઓને રજા પણ આપી દીધી છે. ચાંદખેડામાં ડૉ એમ. કે. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન શ્રીમતી એસ.એમ.એસ. મલ્ટી સ્પેશલિટી હોસ્પિટલમાં એક પ્રસુતિ માટે દાખલ હતી. બાળકીઓને જન્મ આપ્યા પછી હોસ્પિટલના એન.આઈ.સી.યુ. વિભાગ તથા તબીબોએ આ બાળકીઓનું સઘન સારવાર કર્યું હતું. હોસ્પિટલના તબીબ અધ્યક્ષ ડૉ. એમ. એમ. પ્રબાકરએ કહ્યું છે કે ત્રણે નવજાતનું વજન ક્રમશઃ 1.8 કિલો, 1.4 કિલો અને 1.1 કિલોગ્રામ છે.

ત્રણ બાળકીઓનું જન્મ લેતા તેના પિતા અર્જુનભાઈ બાબુભાઈ પરમારની ખુશી આસમાને જોવા મળી છે. તેઓએ જનતા ન્યુઝ૩૬૦ માં ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. તેઓ ખુશી ખુશી જણાવેલ હતું કે સાહેબ અમારે ત્યાં ત્રણ લક્ષ્મીઓએ પ્રસ્થાન કર્યો છે. હું અને મારા પત્નિ આ ત્રણે દિકરીઓના જન્મથી ખુશ છીએ.

જનતા ન્યુઝ 360. કોમ બાળકી અને માતા-પિતાને શુભેચ્છા પાઠવી છે. અને તેમના ઘરે હમેંશા ખુશીનો માહોલ બની રહે તેવી લાગણી સાથે તેમને પાઠવ્યા છે.

 

ખાસ વિનંતી. –

તમારા સ્થાનિક, તાલુકા અને જિલ્લાઓના તરોતાજા સમાચાર જાણવા માટે જનતા ન્યૂઝ 360 માં જોડાઓ. ગ્રુપમાં જોડાવા માટે તમારો તાલુકો અને જિલ્લો લખીને જણાવો.

 

 

https://chat.whatsapp.com/E02cqB39Gru8EPiGh6gDYa

 

 

તાલુકા કે જિલ્લા પ્રમાણે ગ્રુપમાં જોડાવા માટે જનતા ન્યુઝ લિંક મોકલવામાં આવશે.

તમારી આજુબાજુ બનતી કોઈ પણ ઘટના અંગે અમોને (જનતા ન્યુઝ) જાણ કરો. તમારૂ નામ ગુપ્ત રહેશે. સામાજિક કે ઘરેલું હિંસા જેવી કનડગતી જેવી, બાળમજૂરી, સ્કૂલ, કોલેજને લગતી કોઈ પણ સમસ્યા, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોનું કવરેજ કરવા પણ સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *