OMG: 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિના સુધી બેટરી સેલ ફસાયેલો રહ્યો, જાણો ડોક્ટરને કેટલો સમય લાગ્યો ઓપરેશન કરીને કાઢતા…

333 Views

હાલમાં જ રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ ડૉ. ઠક્કરની હોસ્પિટલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો. રાજકોટમાં એક ૬ વર્ષની ઉમર ધરાવતા આર્યન હિતેશભાઈ ચૌહાણ (ઉ. વ. ૬)ના નાકમાં છેલ્લા ૫ મહિનાથી એક બેટરી સેલ ફસાયેલ હતો. હિતેશભાઈ ચૌહાણના જણવ્યા પ્રમાણે આર્યનને છેલ્લા ૫ મહિનાથી શરદી મટતી નથી. આર્યનના જમણા નાક માંથી પીળા રંગનું ઘટ્ટ દુર્ગંધ આવતું પ્રવાહી સતત નીકળતું રહે છે. એટલું જ નહી ડાબી બાજુનું નાક પણ બંધ થઈ જાય છે અને દુઃખાવો થતો હતો. સતત દવાઓ લેવા છતાં પણ આર્યનની સ્થિતિમાં કોઈ ફર્ક પડ્યો હતો નહી ત્યાર બાદ આર્યનના નાકનો હોસ્પિટલમાં એક્સ- રે કરાવવામાં આવે છે. નાકના એક્સ- રેમાં એવું માલુમ પડે છે કે, આર્યનના જમણી તરફના નાકમાં કોઈ મેટલની વસ્તુ ફસાઈ ગઈ છે. આથી દૂરબિનની મદદથી ઓપરેશન કરીને
નાક માંથી બેટરી સેલને કાઢી લેવામાં આવ્યો હતો.

આર્યનએ રમકડા સાથે રમતા રમતા બેટરી સેલને પોતાના નાકમાં નાખી દે છે. આર્યનના પિતા હિતેશભાઈ ચૌહાણ આગળ જણાવતા કહે છે કે, આર્યનએ અંદાજીત ૫ મહિના પહેલા રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દે છે.


ડોક્ટરને આ વાતની જાણ થતા કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના દૂરબિનની મદદથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવે છે અને પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાઈ રહેલ બેટરી સેલને થોડાક સમયમાં જ કાઢી નાખીને આર્યનનો જીવ બચાવી લીધો હતો.

બેટરી સેલ માંથી નીકળતું કેમિકલ નાકની અંદરના પડદાને નુકસાન પહોચાડે છે.

ડૉ. ઠક્કરના જણાવ્યા પ્રમાણે આ કેસની ગંભીર સ્થિતિ હતી કે, એક ૬ વર્ષના બાળકના નાકમાં બેટરી સેલ જેવી ઘણી ખતરનાક વસ્તુ હોય છે જે થોડાક કલાકોમાં જ બેટરી સેલ માંથી ઝેરી કેમિકલ નાકના પડદાને અને નાકની અંદરની ત્વચાને નુકસાન કરે છે. જેના કારણે આર્યનને જીવનું જોખમ ઉભું થઈ ગયું હોય છે. ૫ મહિના જેટલા લાંબા સમયગાળા સુધી નાકમાં જ બેટરી સેલ રહેવાના લીધે બેટરી સેલ નાકની ત્વચા સાથે ચોટી જાય છે. જે આર્યનની સ્વાસ્થ્ય સ્થિતિને વધારે ગંભીર બનાવે છે.

સામાન્ય પરિસ્થિતિ પણ ગંભીર પરિસ્થિતિમાં બદલાઈ જાય છે.: ડોક્ટર.

આવી પરિસ્થિતિમાં ડોક્ટરની સમયસુચકતા અને કુનેહપૂર્વક દૂરબીનની મદદથી થોડીક મીનીટોમાં જ આર્યનના નાકમાં પાંચ મહિના સુધી ફસાયેલ બેટરી સેલને કાઢી નાખીને આર્યનનો જીવ બચાવ્યો હતો. આ બાબતે ડોકટરે જણાવ્યું હતું કે, નાના બાળકો જયારે રમકડા સાથે કે પછી બહાર રમતા હોય ત્યારે માતાપિતાએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપનું બાળક કઈ વસ્તુથી રમે છે?

શું બાળક પોતાના મોઢામાં કે નાકમાં કે કાનમાં નાખી દે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર આવી સામાન્ય બાબત સમય રહેતા સાંભળી લેવામાં નથી આવતી તો આવી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિમાં બદલાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *