55 વર્ષ એકસાથે રહ્યા બાદ અંતિમ સફરે પણ એકસાથે જ નીકળ્યું આ દંપતિ, અનોખી અંતિમ યાત્રા સાથે પરિવારે આપી વિદાય

656 Views

ગ્વાલિયરના ગાંધીનગરમાં હાલમાં એક અનોખી વાત સામે આવી છે. અહીં 55 વર્ષના લગ્ન જીવન બાદ એ દુર્ઘટનામાં કમલ ગર્ગનું મોત નીપજ્યું હતું. તેમના લગ્ન 55 વર્ષ પહેલાં થયા હોવાથી આખો પરિવાર હતો. સપ્તપદીના સાત વચનો આ દંપતિએ જાણે કે ઘૂંટીને પીધા હોય તે બંનેએ સાથે જ શ્વાસ છોડ્યા અને દુનિયાને અલવિદા કહી દીધું.

કરવા ચોથના દિવસની વાત છે. આ દિવસે કમલ ગર્ગનો અકસ્માત થયો અને સારવાર બાદ પણ બીજા દિવસે તેઓએ અંતિમ શ્વાસ લીધા. આ સમયે જાણે કે તેમની પત્ની તેમની સાથે જ રહેવાની જીદ પૂરી કરી રહી હોય તેમ અર્થીની પરિક્રમા કરી રહી હતી અને પછી પતિના પગ પર તેઓએ માથું ટેકવ્યું. જ્યારે તેઓએ માથું ટેકવ્યું ત્યારે જ તેમના પ્રાણ પણ ત્યાં જ છૂટી ગયા, તેઓ પણ પતિની સાથે જ સીધાવ્યા.

દુર્ઘટનામાં મોત

ગ્વાલિયરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વેપારી કમલ કિશોર ગર્ગનો આખો સુંદર પરિવાર છે. 4 નવેમ્બરે કરવા ચોથના દિવસે કમલ કિશોર ગર્ગ પોતાની બાઈક પર ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન દાલ બજાર પાસે કોઈ વાહનની ટક્કર વાગતા રોડ પર પડી ચૂક્યા હતા. ગંભીર રીતે ઘાયલ કમલ કિશોરને હોસ્પિટલ લાવવામાં આવ્યા પરંતુ અહીં 5 નવેમ્બરે સારવારમાં તેમનું મોત થઈ ગયું. તેમના મોતનો પરિવારને આઘાત તો હતો પણ કદાચ તેમની પત્નીને તેનો વધુ આઘાત લાગ્યો હતો. તેઓએ પતિની સાથે રહેવાની જીદને પૂરી કરતાં તેઓએ પણ તેમની સાથે જ તેમના પ્રાણ પળ વારમાં તેમના ચરણોમાં જ છોડી દીધા હતા.

પતિના ચરણોમાં પત્નીએ તોડ્યો દમ

કમલ કિશોરનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરમાં અંતિમ ક્રિયાઓ પુરી કરવામાં આવી રહી હતી. કમલ કિશોરની પત્ની મંગુરી દેવીને પણ પરિવારજનોએ અંતિમ દર્શન માટે બોલાવ્યા. અંગુરી દેવીએ પતિની અર્થીની ચારે બાજુ પ્રદક્ષિણા કરી અને માથું કમલ કિશોરના પગ પર રાખ્યું, બસ હવે શું, તેમના શ્વાસ પણ ત્યાં જ અટકી ગયા. જીવન પળ વારમાં અટકી ગયું અને તેઓ પરિવારને પણ કંઈ પણ કહ્યા વિના જ પતિ સાથે અંતિમ સફરે ચાલી નીકળ્યા. પરિવારે ડોક્ટરને બોલાવ્યા પણ તેઓએ પણ કીધું કે હવે તે રહ્યા નથી. પરિવારના માથેથી એક સાથે 2 વડીલોનો હાથ ઉઠી ગયો. આક્રંદ સાથે પરિવારે તાત્કાલિક રીતે માતાની અંતિમ યાત્રાની પણ તૈયારી કરીઅને પછી બંનેને એક સાથે સ્મશાન લઈ જવામાં આવ્યા.

55 વર્ષનો સાથ એકસાથે તૂટ્યો

લગભગ 55 વર્ષ પહેલા કમલ કિશોર ગર્ગના લગ્ન બાદ પરિવારમાં તેમને ત્રણ દીકરા અને બે દીકરી છે. તમામ બાળકો પરણી ચુક્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે, પતિ-પત્નીમાં અતૂટ પ્રેમ હતો. બંને હંમેશા ઘરેથી સાથે જ બહાર જતા હતા. મંદિર હોય કે પાર્ક તેઓ ક્યાંય એકલા ન હોય. હંમેશા સાથે જ હોય. 55 વર્શની જિંદગીમાં તેઓએ એક બીજા વગર ભોજન પણ ક્યારેક જ કદાચ કર્યું હશે. પાડોશીએ પણ કહ્યું કે આવો પ્રેમ તો ક્યાંય જોયો નહીં. જ્યારે તેમની અંતિમયાત્રાની તૈયારીઓ થઈ ત્યારે પરિવાર અને પાડોશીઓ તમામ લોકો સામેલ થયા. દરેકના મુખે એક જ શબ્દો હતા કે આ ગજબનો પ્રેમ છે. કમલ કિશોર ગર્ગ અને અંગુરી દેવીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બેન્ડબાજા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *