નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારની નોટબંધી પગલાંથી કાળા નાણાં પર રોક લગાવવામાં મદદ મળી છે.

577 Views

એજન્સી, નવી દિલ્હી

       નોટબંધીની ચોથી વરસીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારના આ પગલાંથી કાળા નાણાં પર રોક લગાવવામાં મદદ મળી છે. નોટબંધીને પગલે ટેક્સના ક્ષેત્રે વધુ અનુપાલન જોવા મળ્યું છે અને પારદર્શકતામાં પણ વધારો થયો છે.

       બીજીતરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નોટબંધીની ટીકા કરતા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે નોટબંધીને પગલે ભારતીય અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ.  

       પીએમ મોદીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે નોટબંધીથી કાળાનાણા પર લગામ લાગી અને ટેક્સ ભરવા બાબતે પણ વધુ શિસ્તતા જોવા મળી છે. પીએમએ હેશટેગ DeMolishing Corruptionનો ઉપયોગ કર્યો હતો અને જણાવ્યું કે નોટબંધીના પરિણામ રાષ્ટ્રની પ્રગતિ માટે ઘણા લાભકારક રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *