યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂની રેલમછેલ અંબાજી પોલીસ જાણે આખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે….

418 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

વાત કરવામાં આવે ગુજરાતના યાત્રાધામ અંબાજી ની તો જ્યારે અંબાજીમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં જાહેર બજારો માં મહિલા દેશી દારૂ નું વેચાણ કરી રહી છે ત્યારે આગળ પણ આજ વિસ્તારો નો આવોજ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો અને મીડિયા દ્વારા પણ મીડિયા માં અહેવાલ પ્રસારીત કરાયા હતા તેમ છતાંય અંબાજી પોલીસ દ્વારા કોઈ પ્રકાર નું એક્શન આં મહિલા બુટલેગર સામે લેવા માં આવું ન હતું ત્યારે આં મહિલા બસ સ્ટેશન ની બહાર જે વિસ્તાર માં દારૂ નું વેચાણ કરે છે તે વિસ્તાર માં દિવસ ભર અંબાજી પોલીસ રાઉન્ડ ધ ક્લોક હોય છે તેમ છતાંય આં દેશી દારૂનું વેચાણ અંબાજી નાં જાહેર બજાર અને બસ સ્ટેશન ની બહાર બેફામ રીતે થઈ રહ્યું છે સ્થાનિકો ની અનેક રજુવાત છતાંય કોઇ એક્શન નથી લેવાતું શું અંબાજી પોલીસ આં મહિલા બુટલેગર સામે કોઈ પગલાં લેશે ખરા ? આ મહિલા બુટલેગર સામે લાલ આંખ કરતા અંબાજી પોલીસ ને કયો ગ્રહ નડે છે ? તે વિચારવાની બાબત છે જ્યારે ગાંધી નાં ગુજરાત માં દારૂબંધી હોય અને આં મહિલા ખુલે આમ ગુજરાત ના શક્તિપીઠ અંબાજી માં દેશી દારૂનું વેચાણ કરતી હોય તો જરૂરી છે કે પોલીસ આં મહિલા ને ભાન શીખવાડવું પડે અને આં ગોરખધંધા કરતી મહિલા ને અટકાવી જોઈએ તે હાલ જરૂરી બન્યું છે….

અંબાજી બજાર માં જાહેર માં દેશી દારૂ નું વેચાણ થતું હોવા નો ફરી વીડિયો વાયરલ
અંબાજી નાં જાહેર બજાર અને બસ સ્ટેશન ની બહાર મહિલા બુટલેગર દેશી દારૂ નું ખુલે આમ વેચાણ કરી રહી છે ત્યારે આ મહિલા બુટલેગર નો વિડીયો ફરી એક વાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે એક વીડિયો 21 ઑક્ટોબર નાં રોજ વાયરલ થયો હતો ત્યારે આજે ફરી એક વાર બીજો વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો માં જોઈ શકાય કે મહિલા કોઈ પણ જાત ના ડર વગર જાહેર વિસ્તાર માં દેશી દારૂનું વેચાણ કરી રહી છે શું આં મહિલા બુટલેગર ને અંબાજી પોલીસ નો કોઈ ડર નથી?….

*વિડિયો વાયરલ થતાં અંબાજી પોલીસ સામે અનેક સવાલો*
જે વિસ્તાર માં અંબાજી પોલીસ દિવસ ભર પેટ્રોલિંગ પર હોય અને આં વિસ્તાર અંબાજી પોલીસ સ્ટેશન થી આશરે 500 મીટર ની દૂરી પર આવેલ છે તેમ છતાંય વીડિયો માં જોઈ શકાય છે કે મહિલા ને કોઈ પ્રકાર નો ડર લાગતો નથી મહિલા બુટલેગર બેફામ દારૂ વેચી રહી છે શું પોલીસ આં મહિલા બુટલેગર સામે પગલાં લેશે ખરા ? કે પછી જેસે ચલતે હે વેશે ચલને દો કી નીતિ અપનાવશે ?…

*વિશ્વ પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર જ્યાં આવેલું છે ત્યાં થાય છે દારૂના ધંધા*
વાત કરવા માં આવે કે શક્તિપીઠ અંબાજી મંદિર તો અંબાજી મંદિર એ લાખો માઇ ભકતો નું આસ્થા નું કેન્દ્ર છે અને આ મંદિર સાથે લાખો માઇ ભકતો ની આસ્થા પણ સંકળાયેલી છે દિવસે અને દહાડે લાખો માઇ ભક્તો અંબાજી માં અંબે માં નાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે આવા વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આમ બેફામ રીતે દારૂ નું વેચાણ થતું હોય તો સ્વાભાવિક છે કે અંબાજી મંદિર નું પણ નામ ખરાબ થાય છે અંબાજી મંદિર થી આશેર 200 મીટર ની દૂરી પર ખુલે આં જાહેર માં દારૂ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે વહેલી તકે જિલ્લા એસ.પી. કઈ પગલાં લે તે જરૂરી…..

*ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ડી.જી.પી ,ભુજ રેન્જ આઇ.જી અને જિલ્લા એસ.પી ઊંડી તપાસ હાથ ધરે*
જ્યારે ગાંધી નાં ગુજરાત માં દારૂબંધી હોય અને બૂટલેગરો બેફામ દારૂ નું વેચાણ કરતા હોય અને એ પણ અંબાજી મંદિર થી આશરે 200 મીટર ની દૂરી પર જે મંદિર સાથે અનેકો માઇ ભકતો ની આસ્થા સંકળાયેલી છે એટલુંજ નહિ આં મહિલા જે જગ્યા એ દારૂ નું વેચાણ કરી રહી છે તે અંબાજી મંદિર માં જવાનો vip માર્ગ આવેલો છે આં માર્ગ પર થી અનેક vip અનેક વાર જતા હોય છે અને આ માર્ગ પર અંબાજી પોલીસ સતત પેટ્રોલિંગ પર હોવા છતાંય આં ગોરખધંધા યથાવત છે ત્યારે આ વિષય ને લઈ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ,ગુજરાત રાજ્ય ડી.જી.પી., ભુજ રેન્જ આઈ.જી અને જિલ્લા એસ.પી આ મુદે ઊંડી તપાસ કરે અને જરૂરી પગલાં લે તો યાત્રાધામ અંબાજી નું નામ ખરાબ થતું અટકાવી શકાય અને આ બેફામ બનેલા બુટલેગરોને પણ રોકી શકાય…

*કયા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા યથાવત*
જ્યારે અનેક વાર આવા વીડિયો વાયરલ થયા હોય અને મીડિયાએ પણ આ મુદ્દાને લઇ અને મીડિયામાં અહેવાલ પ્રસારીત કર્યા હોય તેમ છતાં કોઈ અધિકારી આ મુદ્દાને ધ્યાને લઇ અને ઉંડી તપાસ કેમ નથી ? કરતા અને કેમ આં ગોરખધંધા બંધ નથી થતા ? તે વિચારવાની બાબત બની છે કયા અધિકારી ની મીલીભગત અને રહેમ નજર હેઠળ આ ગોરખધંધા અંબાજીના જાહેર વિસ્તારમાં ચાલી રહ્યા છે ? તે ઊંડી તપાસનો વિષય બન્યો છે અને તપાસ થાય તો રહેમ નજર રાખનાર અધિકારીઓ નાં નામ પણ બહાર આવે તેવી લોકમુખે ચર્ચા વહેતી થઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *