સાઉથના સુપરસ્ટાર ચિંરજીવી કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા, જાતે હોમ ક્વોરન્ટીન થયા

548 Views

જનતા ન્યુઝ 360

            દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય માનવ હોય કે સેલિબ્રિટીઝ કે પછી કોઈપણ નેતા કોરોના વાયરસના સંક્રમણથી કોઈ બચી શક્યું નથી. ત્યારે કોરોનાના સંક્રમણમાં મોટા મોટા રાજનેતા અને કલાકારો આવી ચુક્યા છે. હવે વધુ એક સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા ચિરંજીવી કોરોના ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટ કરીને ફ્રેન્ડસને જણાવ્યું હતું કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું અત્યારે હોમ ક્વોરન્ટીન છું.

            કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચિરંજીવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તેમણે તેમની અપકમિંગ ફિલ્મ ‘આચાર્ય’ની શુટિંગથી પહેલા પ્રોટોકોલ હેઠળ કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. જેમા તેમને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે તેમનામાં કોરોનાના કોઇ પ્રકારના લક્ષણ ન હતા. પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે ક્વોરન્ટીન કરી લીધો છે. જે કોઈ મને છેલ્લા ચાર-પાંચ દિવસમાં મળ્યા હોય તેઓ પોતાનું ટેસ્ટિંગ કરાવી લે. હું સમય સમય પર મરા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ.           

            હાલ તેમણે પોતાને હોમ ક્વોરન્ટાઇન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે હાલમાં ચિંરજીવી અને નાગાર્જુન તેલંગણાના મુખ્યમંત્રી ચંત્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો સોશ્યલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

        ચિંરજીવીનું ઓરીજનલ નામ કોણિદેલ શિવશંકર વર પ્રસાદ છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ ચિંરજીવી રાખી લીધું હતું. અભિનાતે સાઉથની ફિલ્મો સિવાય બોલીવુડની ફિલ્મો પણ કરી ચૂક્યા છે. ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેમના અનેકો ફ્રેન્ડસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *