આ સત્તાના અંધાડા નેતાઓને કોણ સમજાવશે કે કોરોના હજી ગયો નથી….

253 Views

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઢીલાશ ચોક્કસ આવી છે પરંતુ જે રીતે હજુ પૂર્ણ અંકુશ આવ્યો નથી તે વચ્ચે તહેવારોમાં બજારમાં લોકોની ભીડ વગેરેને કારણે કોરોના સંક્રમણવધશે તેવી ચિંતા છે અને ખુદ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ લોકોને જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી દૂરી જાળવી રાખવા માટે અપીલ કરે છે .

પરંતુ આજે ફરી એક વખત ગુજરાતમાં ભાજપના વિજય અને રાજકોટમાં કમલેશ મિરાણી ફરી શહેર પ્રમુખ બન્યા તે સમયે જે દ્રશ્યો સર્જાયા તે ગાંધીનગરના કમલમથી રાજકોટના કાર્યાલય સુધી એક સરખા હતા. ઉજવણીના અતિરેકમાં ક્યાંય સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાયું, માસ્ક પહેરેલા કાર્યકર્તાઓની સંખ્યા પણ બહુ ઓછી હતી અને બિન્દાસ્ત રીતે નેતાઓએ અને કાર્યકર્તાઓએ વિજયની ઉજવણી કરી. વાસ્તવમાં રાજ્યની જનતાને માસ્કના મુદ્દે કરોડો રુપિયાનો દંડ થયો અને સોશ્યલ ડીસ્ટન્સના મુદે નાના-મોટા વેપારીઓને પણ જબરો દંડ થયો પણ અહીં ફરી એક વખત તંત્રએ ભાજપની ‘લાજ’ ખેંચી હતી અને સંક્રમણને વેગ મળે તે રીતે આ દ્રશ્યો સર્જયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *