દિવાળીના તહેવારમાં ફકત 50 રૂપિયામાં થિયેટર્સમાં ફિલ્મ જોઇ શકશે દર્શકો…!!!

1,049 Views

આ દિવાળી પર લોકોને થીયેટર્સમાં આકર્ષવા માટે યશરાજ ફિલ્મસ અને પી.વી.આર. આઇનોકસ અને સિનેપોલીસ સાથે મળીને આગળ આવ્યા છે. કોરોના વાઇરસને કારણે માર્ચથી લોકડાઉન હતું. જેને કારણે થિયેટર્સ બંધ હતાં. જો કે હવે પચાસ ટકા ઓકયુપન્સી સાથે થિયેટર્સ શરૂ કરવાની છુટ આપવામાં આવી છે. જો કે લોકો હજી પણ થિયેટર્સમાં આવવા માટે ડરી રહ્યા છે અને કોઇ નવી ફિલ્મ પણ થિયેટર્સમાં રિલીઝ કરવામાં નથી આવી રહી.

આ કારણસર યશરાજ ફિલ્મસ દ્વારા તેમની પચાસમી એનિવર્સરીના સેલિબ્રેશન હેઠળ તેમની લાઇબ્રેરી આ થિયેટર્સ ચેઇનને ફ્રીમાં આપવામાં આવી છે. તમામ પ્રકારની ચર્ચા વિચારણા બાદ આ ફિલ્મની ટિકિટ પ્રાઇસ ફકત પચાસ રૂપિયા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિશેષ માર્કેટીંગ અને મર્ચન્ડાઇસ વાઇસ પ્રેસીડન્ટ મનન મહેતાએ કહ્યું હતું કે યશરાજ ફિલ્મસમાં દર્શકોની ખુશી અને સંતુષ્ટિને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. અમારા 50માં વર્ષના સેલિબ્રેશન દ્વારા અમે બિગ સ્ક્રીન સેલિબ્રેશનની પહેલ શરૂ કરી છે. દર્શકો હવે થિયેટર્સમાં અમાર કલાસીક અને આઇકોનિક ફિલ્મોને જોઇ શકશે.

આ ફિલ્મોમાં કભી કભી સિલસીલા, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, દિલ તો પાગલ હૈ, વીર ઝારા, બંટી ઔર બબલી, રબને બના દી જોડી, એક થા ટાઇગર, જબ તક હૈ જાન, બેન્ડ વાજા બારા, સુલતાન મર્દાની અને દમ લગા કે હઇશા જેવી ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *