અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે એચ.આઇ.વી. પીડિત દર્દીઓ ને મીઠાઈ વિતરણ કરાઈ..
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
અંબાજી ના મુકેશ ભાઈ પંચાલ અને મગનલાલ મીણા દ્વારા અંબાજી ખાતે એચ.આઇ.વી થી પીડિત દર્દીઓને સેવા ભાભી મગનલાલ મીણા અને મુકેશભાઈ પંચાલ દ્વારા દિવાળી નજીક આવી રહી છે ત્યારે દિવાળીના શુભ પર્વ નિમિત્તે આ દર્દીઓને મીઠાઈ ને પેકેટ વિતરણ કરાયા હતા અને ખુશી વાંટવાનો એક પ્રયાસ કર્યો હતો અને લોકો સુધી ઉમદા મેસેજ પહોંચાડ્યા હતો કે આપણે આપણા પરિવાર સાથે તો દિવાળી ની ખુશીઓ મનાવતા હોઈએ છીએ ત્યારે આવા લોકોની સાથે પણ તહેવારો પર ખુશીઓ માંણવી જોઇએ જેથી કરી અને ખુશીનો અનેરો અહેસાસ તે આપણે થાય તેવું મગનલાલ મીણા અને મુકેશભાઈ પંચાલ દ્વારા માની અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે એચ.આઇ.વી થી પીડિત દર્દીઓને મીઠાઈના બોક્સ વિતરણ કરાયા હતા અને આ સેવા કાર્ય કરી અને માનવતાની જાતને ઊંડી મિશાલ કાયમ કરી હતી અને સેવા કાર્ય કર્યું હતું અને આ સેવાકાર્ય ને જોઈ લોકો પણ પ્રેરિત થાય તેવું મગનલાલ મીણાએ જણાવ્યું હતું કે અમે એક પ્રયાસ કર્યો છે અને લોકો હજુ આ રીતના સેવા કાર્યો કરે જેથી કરી અને કોઈપણ વ્યક્તિ કોઈપણ દર્દીએ પોતાની જાતને એકલો ન સમજે અને એ દર્દી પણ કોઈના પરિવારમાંથી આવે છે તો આપણને તે દર્દીને એકલો ન સમજે અને દર્દી એ આપણા પરિવારનો સદસ્ય છે તેવું એની સાથે વર્તન કરવું જોઈએ જેથી કરી અને તે આવા રોગોથી બહાર નીકળી શકે અને તેમને હિંમત મળે કે તે આવા રોગો સામે લડી શકે અને વધુમાં જણાવ્યું હતું કે આવા રોગોથી પીડાતા દર્દીઓ વહેલી તકે સજા થાય તેવી અમે માં અંબે ને પ્રાર્થના કરીએ છીએ આ કાર્યક્રમ માં મુકેશ ભાઈ પંચાલ , મગન મીણા, પ્રવીણ ભાઈ , ડોકટર રાજ સારસ્વત,રમીલા બેન સહિત હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ..