દુનિયાનું આ સૌથી મોંઘુ લાકડું, માત્ર એક કિલોની કિંમત છે સાત લાખ રૂપિયાથી પણ વધુ…

891 Views

કેટલાક લાકડા ખુબ જ મોંઘા હોય છે તો કેટલાક લાકડાઓ ખૂબ જ દુર્લભ હોય છે. સામાન્ય રીતે ચંદનના લાકડાને જ સૌથી મોંઘુ માનવામાં આવે છે, જેની કિંમત પાંચથી છ હજાર રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વમાં એક એવું લાકડું છે જેની કિંમત ચંદનના લાકડા કરતા અનેક ગણી વધારે છે. મોટામાં ધનિક લોકો પણ આ લાકડાને ખરીદતા પહેલા બે થી ત્રણ વાર વિચાર કરશે.

આ લાકડાનું નામ ‘આફ્રિકન બ્લેકવુડ’ છે. તે ધરતી પર રહેલી સૌથી કિંમતી ચીજોમાનું એક છે. આ લાકડાની માત્ર એક કિલોગ્રામની કિંમત આઠ હજાર પાઉન્ડ એટલે કે, સાત લાખ રૂપિયાથી પણ વધુ છે. આટલી કિંમતમાં તો એક સારી કાર ખરીદી  શકાય છે.

આફ્રિકન બ્લેકવુડ ઝાડ અન્ય ઝાડની તુલનામાં ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે, એટલે કે તે ધરતી પરનું અત્યંત દુર્લભ ઝાડ છે, તેની ઉંચાઇ લગભગ 25-40 ફુટ હોય છે. આફ્રિકન બ્લેકવુડ મધ્ય અને દક્ષિણ આફ્રિકાના 26 દેશોમાં જોવા મળે છે. તે મોટાભાગે સૂકા સ્થળોએ જોવા મળે છે.

આ ઝાડને સંપૂર્ણ રીતે ઉગાડવામાં અને લાકડા માટે યોગ્ય બને ત્યાં સુધી લગભગ 60 વર્ષ લાગે છે, પરંતુ કેન્યા અને તાંઝાનિયા જેવા દેશોમાં લાકડા માટે ઝાડને તેના સમય પહેલા કાપી નાખવામાં આવે છે. આથી બ્લેકવુડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે આ ઝાડ દુર્લભ થઈ ગયું છે.

આફ્રિકન બ્લેકવુડના લાકડાનો ઉપયોગ મોટાભાગે શરણાઈ, વાંસળી અને ગિટાર જેવા સંગીત વાધો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત, આ લાકડામાંથી મજબૂત અને ટકાઉ ફર્નિચર પણ બનાવવામાં આવે છે, પરંતુ તે ખૂબ મોંઘુ હોય છે, એટલું મોંઘું હોય છે કે, તેને ખરીદવું સામાન્ય લોકો માટે કોઈ નાની વાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *