સરહદ પર ભારત-પાક વચ્ચે ગોળીબાર ચાલું,સાત જવાનોનાં થયા મૃત્યુ

357 Views

ભારત અને પાકિસ્તાને એકબીજા પર નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.ભારતીય સેનાએ જણાવ્યું કે પાકિસ્તાને શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ગુરેઝ અને ઉરી સહિત ઘણા સેક્ટરોમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો.

તેમજ પાકિસ્તાને પણ ભારત પર સંઘર્ષવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.પાકિસ્તાનની સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીએ (મુઝફ્ફરાબાદ) એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય સેનાએ શુક્રવારે નીલમ અને ઝેલમ ખીણમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

ભારતીય સેના પ્રમાણે આ ગોળીબારમાં ભારતીય સુરક્ષાદળના ત્રણ જવાનો સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છે.ભારતીય સુરક્ષાદળના ત્રણ સભ્યો ઘાયલ પણ થયા છે.શ્રીનગરમાં ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સના નિવેદન અનુસાર પાકિસ્તાને હુમલા માટે મોર્ટાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો.

સેનાનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી જાણીજોઈને સામાન્ય નાગરિકોનાં ઠેકાણાંને નિશાન બનાવાયાં હતાં.ભારતીય સેનાએ કહ્યું, “અમારી સેનાએ પણ સામી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણુંખરું નુકસાન કર્યું છે. અમે તેમના હથિયારોના ગોડાઉન, ઈંધણના પુરવઠા અને ઉગ્રવાદી લૉન્ચ પૅડ્સને નુકસાન પહોચાડ્યું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *