અમદાવાદમાં બર્થડેની પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારનારા પરિવાર સહિત 22 લોકો થયા કોરોના પોઝીટીવ

187 Views

બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નિકટના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ કેક કાપવાની અને કેન્ડલને ફૂંક મારવાની ના પાડી હતી, પરંતુ પરિવારના કેટલાક સભ્યો યુવકની મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા.

મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી તે રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેના કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતા તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તે બચી ગયાં હતાં. તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા.

 

બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40થી 50 લોકો ભેગા થયા હતા, પરતું કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યા હતા અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *