દર્શન કરો – સાળંગપુરના કષ્ટભંજન દેવ માટે 6.50 કરોડના સુવર્ણ અને હીરાજડિત 8 કિલોના વાઘા

784 Views

 

અમદાવાદ – સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. આ સુવર્ણ વાઘાના એક્સક્લૂસિવ ફોટાઓ જનતા ન્યુઝ 360 આપને દેખાડવા માંગે છે. ભગવાનને પહેરાવવામાં આવનારા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે.

        સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *