રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી, દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

550 Views

એકબાજુ દિવાળીનો તહેવાર છે ત્યારે કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી છે. હાલ એહમદ પટેલને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *