કોડીનારનો CRPFના કોબરા કમાન્ડોનો મૃતદેહ મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મળ્યો

  • કમાન્ડો ત્રણ દિવસથી ગુમ હોવાથી પરિવારના લોકો ચિંતાતુર બન્યો છે.
  • બિહાર રેજીમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા.
             

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારનો મૃતહેદ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. આથી આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું કે અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજીતસિંહનું મૃત્યુ કંઈ રીતે થયું તે જાણી શકાયું નથી. અજીતસિંહનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો.

અજીતસિંહ પરમારનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો

        કોડીનારમાં રહેતા અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થઈ જતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. જો કે, તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથઈ મળી આવ્યો છે. પરંતુ અજીતસિંહ મળી ન આવતા પરિવારજનોએ રેલવે મંત્રીને ટ્વીટ કરી જાણ કરી હતી. આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. અજીતસિંહનો સામાન વડોદરા રેલ્વે સ્ટેશન પરથી મળી આવવાને બદલે મુંબઈ રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો.

 

અજીતસિંહે છેલ્લે તેમની મંગેતર મોબાઈલ ઉપર વાત કરી

12 નવેમ્બરના રોજ અજીતસિંહ બિહાર રેજીમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, હવે મને નિંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ. પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો. આથી હીનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. આથી મુંબઈ રેલ્વે સ્ટેશન પરથી અજીતસિંહનો સામાન મળ્યો પણ અજીતસિંહ સાથે નહોતા.

 

ટ્રેનમાંથી પડી જતા મૃત્યુ થયાની ચર્ચા થઈ રહી છે.

અજીતસિંહ ટ્રેનમાંથી પડી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયાની ચર્ચા થઈ રહી છે. જો કે, આ અંગે પોલીસ તપાસ બાદ જ મૃત્યુની સાચી હકીકત બહાર આવશે. અજીતસિંહ પરમારનો ફોન પણ લાગતો ન હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ફિલિપાઈન્સમાં વાવાઝોડાને પગલે આવેલા પૂરમાં કોસ્ટગાર્ડના જવાને વાસુદેવનું સ્વરૂપ ધારણ કરીને બાળકને ટોપલામાં મૂકી બચાવ્યું

Sun Nov 15 , 2020
Post Views: 12               દેવ-વિદેશ –    ફિલિપાઈન્સની ઉત્તરે આવેલા કાગાયર વેલી રિજનમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદ પછી શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન વખતે કૃષ્ણ જન્મે વાસુદેવની જેવી ઘટના જેવું ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું હતું. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડનો એક જવાન પૂરમાં ડૂબી ગયેલા એક ગામમાંથી આ […]