પંચમહાલ જિલ્લામાં સ્ટોર સંચાલકો દ્વારા ચોરી કરેલ સરકારી અનાજ ખરીદી કરવા માટે એકજ મિલ એટલે આધ્ય શક્તિ આંટા મિલ

190 Views

રીપોટર શોએબ પટેલ

પંચમહાલ જિલ્લા ના આજુબાજુ ના વિસ્તારો ના ગામડાઓ માથી સરકારી સ્ટોર તથા ગોડાઉન વારા ગરીબ પ્રજા નો હક મારી પોતાના ખિસ્સાઓ ગરમ કરવા માટે સરકારી અનાજ નો વેચાણ કરતા હોય છે અને આ ચોરી કરેલ અનાજ ખરીદનાર પંચમહાલ જિલ્લા ની દાહોદ રોડ ઉપર આવે પરવડી ચોકડી ની સૌથી મોટી આંટા મિલ એટલે કે આધ્ય શક્તિ મિલ આવેલી છે અને પંચમહાલ જિલ્લા ના દરેક સરકારી સ્ટોર ના માલિકો દ્વારા ગરીબ પ્રજા નો હક મારેલો માલ હોય છે. આ મિલમાં ખુલ્લેઆમ રીતે સરકારી અનાજ ખરીદતા હોય છે.પરંતુ આજદિન સુધી જિલ્લા વહીવટી તંત્ર ના કોઈ અધિકારી આ મિલ માં પોતાની વિઝીટ કરેલ નથી જેના લીધે લોકો ના મણમા અનેક સવાલો ઉભા થયા છે આ મિલ ના સંચાલકો દ્વારા ગરીબ પ્રજા ના હક નો અનાજ નો જથ્થો પીસી ને આસાની થી આંટો તથા મેંદો બનાવી ગુજરાત બહાર વેચાણ કરતા હોય છે તંત્ર દ્વારા આ મિલ ના વિરુધ્ધ મા કોઈ કાયદાકીય પગલા લેવા મા આવ્યા નથી તેમજ છેલ્લા અચોક્કસ સમય થી આ મિલમા સી.સી.ટી.વી.કેમેરા લાગેલા ના હોવાનું સુત્રો થી જાણવા મળી રહ્યુ છે જે તદ્દન કાયદાના વિરુધ્ધ મા હોય અને સી.સી.ટી.વી.કેમેરા ના હોવા ના કારણે બે નંબરી અનાજ ની ખરીદી કરતા હોય છે.
જેથી તંત્ર દ્વારા આ મિલ ના માલિકો ઉપર કાયદાકીય પગલા ભરવા જોઈએ.રોજબરોજ આ મિલ મા સરકારી અનાજ ની ચાર થી પાઁચ ગાડીઓ ખાલી થઇ રહી હોવાનું સુત્રો થી જાણવા મળી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *