અમદાવાદની આ હોસ્પિટલમાં અમદાવાદની આ હોસ્પિટલમાં કોરોના રસીની ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ
અમદાવાદ – ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની અસરકારક વૅક્સીન (Corona Vaccine) ના મળે ત્યાં સુધી તંત્રે તકેદારી રાખવાનો એક માત્ર ઉપાય દર્શાવ્યા છે, ત્યારે લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે, ત્યારે કોરોના રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની હોસ્પિટલ્સમાં કોરોના વાયરસની રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવીએ કે ભારત દુનિયાની સૌથી સસ્તી રસી તૈયાર કરી રહ્યું છે. ભારતની 22 હોસ્પિટલમાં કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદની હોસ્પિટલ્સમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆરએ પરીક્ષણ શરૂ કર્યું છે. ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાં તેનું ટ્રાયલ શરૂ કરાયું છે. જોકે આ ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવામાં આવી છે. જે દર્દીઓ ખૂબ ગંભીર છે તેમની પસંદગી કરવામાં આવી છે.