જેતપુર તાલુકા પો.સ્ટે.ના દેરડી ગામમાં ખુનની કોશીશ તથા અન્ય ગંભીર ગુનાઓ કરનાર માથાભારે શખ્સને પાસા તળે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલતી જેતપુર તાલુકા પોલીસ

159 Views

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ જીલ્લામાં અવારનવાર શરીર સંબંધી તેમજ અન્ય ગુનાઓની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જાળવવા માટે કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારે સાહેબ જેતપુર વિભાગ જેતપુરના માર્ગદર્શન હેઠળ તેમજ એલ.સી.બી. પો.ઇન્સ શ્રી એ.આર.ગોહીલ સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ દેરડી ગામમાં આશરે પાંચેક મહીના પહેલા ખુનની કોશીશનો ગુનો કરનાર વનરાજભાઈ પ્રતાપભાઈ બોઘરા જાતે- કાઠી દરબાર રહે. દેરડી ધાર, જેતપુરવાળો અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળો હોય જેથી જેતપુર તાલુકા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. સાહેબશ્રી રાજકોટનાઓને મોકલતા તેઓ સાહેબશ્રીએ ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત મજકુરને પાસા તળે અટકાયતમાં લેવા સારૂ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જેથી પાસા વોરંટના આરોપીની બાતમી રાહે હકિકત મેળવી આરોપીની તપાસ કરતા આરોપી મળી આવતા તા.- ૧૪/૧૧/૨૦૨૦ના રોજ કલાક ૧૭/૧૦ વાગ્યે અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં અમો તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની એલ.સી.બી. આર.આર. તથા એ.એસ.આઇ એમ.એફ.ચૌહાણ, પો.હેડ.કોન્સ. એમ.ટી.ચુડાસમા, પો.હેડ.કોન્સ. બી.એસ.મોરી, પો.હેડ.કોન્સ. હાર્દીકભાઇ ઓઝા, પો.કોન્સ. ઓમદેવસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

(પી.જે.બાંટવા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *