વડોદરામાં માર્ગ અકસ્માત ઢવાણા ગામ પાસે ઈકો કારે બાઈકને ટક્કર મારતા 1 નું મોત, 2 ગંભીર – ત્રણે ભાઇઓ તેમની બહેનને મળવા જતા હતા

258 Views
  • સ્થાનિક લોકોના ટોળા જોઇને કાર ચાલક તક જોઈને ખેતરમાં થઈને ભાગી ગયો.
  • કારની ટક્કરથી ત્રણે જમીન પર પછડાયા, તેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું.

જનતા ન્યુઝ 360, વડોદરા

વડોદરા શહેર નજીક હળવદ-ધાંગ્રધા હાઈવે પર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણેય યુવકો પિતરાઇ ભાઇ હતા, તેઓ વડોદરાથી લાકડીયા ગામે બાઇક પર પોતાની બહેનને મળવા જઇ રહ્યા હતા. દરમિયાન હળવદ-ધાંગ્રધા હાઇવે ઉપર એક કારે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો, જેની તલાશ ચાલુ છે.

વડોદરા જિલ્લાના નારા ગામમાં રહેતા ગજેન્દ્રકુમાર પરમાર (19), વનરાજસિંહ (24) અને કેતનસિંહ (18) તેમની બહેનને મળવા મંગળવારે સાંજે લાકડિયા ગામે જઈ રહ્યા હતા. લગભગ અડધો કલાક પ્રવાસ કર્યા બાદ ત્રણેય ઢવાણા ગામ નજીક પહોંચ્યા જ હતા ત્યારે સામેથી આવી રહેલી ઇકો ગાડીએ તેમની બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય કૂદીને જમીન પર પછડાયા હતા, જેમાંથી ગજેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કેતન અને વનરાજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

ઈકો કાર ચાલક કાર છોડીને ખેતરના રસ્તેથી ભાગી ગયો

અકસ્માત બાદ કારને પણ ખૂબ નુકસાન થયું હતું. સ્થાનિક લોકોના ટોળાને જોઇને કાર ચાલક ખેતરમાં થઈને ભાગી ગયો હતો. પોલીસે કાર કબજે કરી આરોપી ડ્રાઈવરની ઓળખ કરી લીધી છે. તે ઘરે ન મળતા હવે તેની શોધ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *