ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી માં અંબે ના દર્શન કરવા આવી પહોંચ્યા…

312 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ ધામ એ લાખો માઇભક્તો નું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ ધામ ખાતે દિવસેને દહાડે અનેક માઇભકતો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે આજે નવા વર્ષ ના પ્રારંભ ના દિવસો ને લઈને ગુજરાત રાજ્યના સી.એમ વિજયભાઈ રૂપાણી પણ માં અંબે ના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે દાંતા હેલીપેડ ખાતે આવી અને કાર માર્ગે અંબાજી માં અંબે ના દર્શન કરવા નિજ મંદિરે આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી અને ધન્યતા અનુભવી હતી સાથે સાથે માં અંબાના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી કે દેશ સહિત વિશ્વ માંથી એ કોરોના થી છુટકારો મળે અને લોકો શાંતિથી જીવી શકે તેવી પણ મા અંબાના ચરણોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાર્થના કરી હતી ત્યારે દાંતા ખાતે હેલિકોપ્ટરથી વિજયભાઈ રૂપાણીનું આગમન થતાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા વિજયભાઈ રૂપાણી નું દાંતા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વધુ માં મીડિયા સમક્ષ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિવેદન આપ્યું હતું ગુજરાતની જનતાએ સો ટકા માસ્ક પહેરવું જોઈએ જો માસ્ક ન પહેરશો તો પોલીસ દંડની અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે એટલું નહીં સોશ્યલ ડિસ્ટન્સ નું પણ પાલન જરૂરી છે ત્યારે વારંવાર હાથને સેનેટાઇઝર પણ કરવું કેટલું જરૂરી છે ગુજરાતની જનતાએ આ નિયમો અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવું જરૂરી છે ત્યારે વધુમાં અંબાજી ની વાત કરતાં જણાવ્યું હતું કે અંબાજી ખાતે ટૂંક સમયમાં ઓથોરિટીની કામગીરી શરૂ કરવામાં આવશે અને રોડ રસ્તા સહિત વિવિધ કામોને લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે ત્યારે લોકડાઉન અંગે વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે સરકારની ગુજરાતમાં લોકડાઉન ની હજી કોઈ જ પ્લાનિંગ નથી સોશિયલ મીડિયા ના મેસેજ ને હકીકતમાં ન માનવા ગુજરાત સરકારે હજુ સુધી ગુજરાતમાં કોઈ જ આવી લોકડાઉન ની પ્લાનિંગ કરી નથી ફક્ત અમદાવાદમાં દિવસે દહાડે કોરોના કેસો વધી રહ્યા છે તેની તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં હજી સુધી સરકાર દ્વારા કોઇ જ એવી પ્રકારની પ્લાનિંગ કરવામાં આવી નથી કે ગુજરાત માં લોકડાઉન લગાવવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *