વડોદરાના પાદરા – ઉમરાયા ગામમાં નવાવષે ગામના ગોર દ્વારા સાર પત્રિકા નું વાંચન કર્યુ…….

607 Views

વડોદરા – પાદરા તાલુકાના ઉમરાયા ગામ માં દર વરસે નવા વરસ ના મંગલ પ્રભાતે ગામ ના ગોર દ્વારા સાર પત્રિકા વાંચવા ની વરસોથી પરંપરા ચાલે છે. આ દિવસે ગામનાં મુખ્ય નાગરિકો ગામ ના મહાદેવ મંદિર અને ભાથીજી મહારાજ ના મંદિર ના પરિસરમાં ભેગા થાય છે અને ગામ પંચાયત ના સભ્યો સરપંચ બધાં લોકો એકત્ર થાય છે અને મહારાજ બાહમણ દ્વારા સાર પત્રિકા વાંચવામાં આવે છે

નવા વરસ માં વરસાદ સારો રહેશે. પાણીનો સંગ્રહ કરવો.. યોગ્ય રીતે પાણી વાપરવું ખેતીવાડી માટે કઠોળ કપાસ માં ફાયદો થાય લીલાં શાકભાજી માં પણ ખેડૂતોએ દવાઓ નો ઉપયોગ કરી વધારે ઉત્પાદન માટે સલાહ આપી છે… ગામ ના ગોર તરીકે હસમુખભાઈ પાઠક અને દિનેશભાઈ પાઠક દ્વારા સાર પત્રિકા નો સાર ગામ જનોને સમજાવવામાં આવ્યો હતો.. મેદાન નો વાસ ધોબીના ઘરે છે.. વરસ નો મંત્રી મંગળ છે.. આ ઉપરાંત વરસના તહેવારો ઉત્સવો રાશી ભવિષ્ય આવક જાવક ની માહિતી આપવામાં આવી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *