સમાજસેવા – ખરા અર્થમાં લોકસેવક સાબિત થતા નખત્રાણા ટ્રાફિક પોલીસ મનવીરભાઈ આહિર

292 Views

જનતા ન્યુઝ 360, કચ્છ

નખત્રાણા –         આમ તો પોલીસ એટલે પ્રજાનો મિત્ર કહેવાય પણ ઘણા લોકો પોલીસથી નફરત કરતા હોય છે જાણે તેમને પોલીસમાં માનવતા દેખાતી ના હોય.પણ આજે આપણે એવા બહાદુર અને સમાજસેવી પોલીસમાં ફરજ બજાવતા મનવીરભાઈ  આહિરની વાત કરશું.

જ્યારે ભારતની અંદર લોક ડાઉન  થયું ત્યારથી કરી અને કચ્છમાં અવિરત વરસાદ પડ્યો કચ્છના નખત્રાણામાં વરસાદની કારણે જે પાણીના પુર આવ્યા હતાં તેમા જેમને સરાહનીય કામ કરેલ અને તેમનું સ્ટાફ અને ટીઆરબી જવાન હિતેશભાઈ ગરબા અમે વાત કરીશું નખત્રાણા તાલુકાની અંદર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એવા મનવીરભાઈ આહીર જે નખત્રાણાની અંદર વરસાદમાં પૂર આવતા ગરીબ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એક તરફ પોલીસની ફરજ નિભાવી રહ્યા હતાં બીજી તરફ પોતાનું રાજધર્મ નિભાવી રહ્યા હતા.

મનવીરભાઈની માનવતા જનતા ન્યુઝ 360ના પત્રકારે નરી આખે જોઈલી છે. તેમને એક તરફ ટ્રાફીક પોલીસની ફરજ નિભાવી રહ્યા હતા અને બીજી તરફ લોક ડાઉનમાં જે લોકો હેરાનગતિમા હતાં તેમની હેલ્પ પણ કરતા અને માનવધર્મનુ પાલન માટેની ફરજ બજાવતા રહ્યા છે.

અત્યારે નખત્રાણા ટ્રાફીક મા મનવીરભાઈ  આહિર ફરજ બજાવી રહ્યા છે. આવા કર્મચારીઓ આપણી સમાજની મદદ કરીને સમાજને મજબૂત કરે છે. આવા સાચાં પોલીસકર્મી મિત્રો ને જનતા હમેશા સલામ કરતી હોય છે. મનવીરભાઈ આહિર જેવા સેવાભાવી પોલીસમાં હસે તો લોકોને પોલીસ ઉપર વિશ્વાસ બની રહેશે. આવા બહાદુર અને નીડર પોલીસક્રમી મિત્રોથી સમાજને પણ ઘણુંબધું શિખવું જોઈએ. આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે એકબીજાની મદદ કરવી જોઈએ.

 

રિપોર્ટર-સૈયદ રઝાકશાહ – ટોડીયા_કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *