દાહોદવહીવટીતંત્ર એકશનમાં -કોરોના નિયમો ભંગ કરવા બદલ 4 દુકાનો સીલ કરી, આકરો દંડની વસૂલાત

272 Views

જનતા ન્યુઝ 360, દાહોદ

દાહોદ – જિલ્લામાં દિવાળી અને નૂતનવર્ષ જેવા તહેવાલો બાદ વહીવટીતંત્ર જાગ્યું છે. અચાનક કોરોના સંક્રમણના કેસો વધતા આરોગ્ય તંત્ર સહિત વહીવટીતંત્ર અને નગરપાલિકા સતર્ક બની ગયું હોય એવું લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જાહેર સ્થળો પર અવર-જવર, ભારે ભીડવાળા સ્થળો, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક ફરજીયાત પહેરવા કલેક્ટર દ્વારા આમ જનતાને અવારનવાર રજૂઆતો કરવામા આવી રહી છે. પરંતુ લોકો આ સૂચનાઓને નજર અંદાજ કરી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું હોય તેમ દાહોદ શહેરમાં જોવાઈ રહ્યું છે.

 

        આ સૂચનાઓનું લોકો દ્વારા પાલન ન કરાતા વહીવટી તંત્રે બે દુકાનો તેમજ દે.બારિયામાં બે દુકાનો મળી કુલ 4 દુકાનો કલેક્ટના જાહેરનામાં ભંગ બદલ તેમજ સરકારની ગાઈડલાઈનોનું ભંગ બદલ સીલ કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર દુકાનદાર સહિત વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એમ.જી. રોડ ખાતે આવેલ રાધા ક્રિષ્ણ કંગન સ્ટોર તેમજ સ્ટેશન રોડ તરફ આવેલ ભારત સાડી સેલ મ આ બે દુકાનદારોને રૂબરૂમાં સમજાવવા છતાં તેઓ જાહેરનામાનું ભંગ કરતા આ પગલા લેવામાં આવ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તાત્કાલિક આ બે દુકાનોને સીલ કરી આગળની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

દેવગઢ બારીયા

ત્યારે બીજી તરફ એક્શનમા આવેલ દેવગઢ બારીયાના પ્રાંત અધિકારીએ પોલીસ કાફલો તેમજ નગરપાલિકાના કર્મીઓને સાથે લઈ કોરોનાને કાબુમાં લેવા માટ સાવચેતીના પગલાં રૂપે કાર્યવાહી હાથ ધરી સરકારી ગાઈડલાઈનનો ભંગ બદલ છેલ્લા બે દિવસોમાંચાર દુકાનો સીલ કરી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત એસ.એમ.એસના નિયમના ભંગ બદલ રૂપિયા 22700/-નો દંડ ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં દીવાળી પર્વ બાદ કોરોના સંક્રમણ એકદમ વધી જવાથી અને છેલ્લા ચાર દિવસમા કોરોના પોઝિટીવના 87 કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું જણાઈ આવે છે. કોરોનાને નાથવાના પ્રયાસોમાં જોતરાયું એસ.એમ.એસના નિયમનો ભંગ કરનારાઓ દંડનીય કાર્યવાહી હાથ ધરવા તંત્રે કમર કસી છે. તેવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાતંત્રે પણ એક્શનમાં કાર્યવાહીના ભાગરૂપે પ્રાંત અધિકારીએ પોલીસ કાફલો તેમજ પાલિકાના કર્મચારીઓની ટીમને સાથે રાખીને નગરમા દુકાને દુકાને ફરી એસ.એમ.એસના નિયમનો મહત્વ સમજાવી તેનું પાલન કરવા જણાવી રહ્યા છે. લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યવા પ્રયત્નો થઈ રહ્યા છે. નિયમનનો ફંગ કરવા બદલ એક દુકાને સીલ મારી દીધું છે. તેમજ કેટલાક લોકો સામે કાર્યવાહી હાથ ધરીને છેલ્લા બે દિવસમાં રૂ. 22700/-નો દંડ ફટકાર્યો હોય તેવું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *