ટીમ ઈન્ડિયા માટે દુખદ સમાચાર: ભારતીય ટીમના ખેલાડી મોહમ્મદ સિરાજના પિતાનું થયુ નિધન હાલ તેઓ ઑસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલા છે.

304 Views

પ્રાપ્ત માહિતી અનુસાર ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી તથા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા.

મોહમ્મદ સિરાજ પ્રેક્ટીસ કર્યા બાદ પોતાની હોટલ તરફ ફરી રહ્યો હતો તે દરમિયાન તેને આ દુઃખદ સમાચાર મળ્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઇનમાં હોવાના કારણે પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકશે નહીં. ત્યારે પિતાના અવસાન પછી ગમગીન સિરાજે કહ્યું કે – તેના પિતાનું સપનું હતું કે સિરાજ ટીમ ઈન્ડિયાની સેવા કરે. તે તેમનું સપનું પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *