ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા છ લોકોનું બળીને ભડથું.

375 Views

જનતા ન્યુઝ 360, ચોટીલા

ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજરોજ ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા છ લોકોને અકસ્માત નડ્યો છે જેમાં સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામ પાસે આ છ યુવાનોનો ગોઝારો અકસ્માત સર્જાયો છે.

https://m.facebook.com/watch/?v=1095083330924340

 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર અચાનક સળગી ઊઠી હતી જેના કારણે કારમાં રહેલા છ લોકો બળીને ભડથું થઇ ગયા હતા. કાર અને ડમ્પર વચ્ચે ના અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *