જનતા ન્યૂઝ 360 નાં અહેવાલની અસર અંબાજી પોલીસ દ્વારા રવિવારી માર્કેટ ખાલી કરાવાયું વેપારીઓને સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે……

350 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે ગ્રામ પંચાયત પાછળ રવિવારી માર્કેટ દર રવિવારે ભરાતું હોય છે ત્યારે આ માર્કેટમાં લોકોની ભારે ભીડ એકઠી થતી હોય છે ત્યારે આ ભીડ જોતા કોરોના વધુ ફેલાવા નું પણ ભય આ માર્કેટમાં સતાવતો હોય છે ત્યારે આજે પણ વહેલી સવારથી લોકોના ટોળેટોળા અંબાજી ગ્રામ પંચાયત ની પાછળ એકઠા થયા હતા ત્યારે જનતા ન્યૂઝ 360 દ્વારા મીડિયા માં અહેવાલ પ્રસારીત કર્યો હતો જનતા ન્યૂઝ 360 દ્વારા અહેવાલ પ્રસારીત કરાયા બાદ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી હતી અંબાજી પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ પંચાયત પાછળના માર્કેટમાં જે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી તેને ખુલ્લી પાડી હતી અને જે વેપારીઓ આવ્યા હતા તેમને પણ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા વાત કરવામાં આવે તો હાલમાં એ દિવસે અને દહાડે કોરોના કેસો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અંબાજી માં પણ આ ભારે ભીડ જોતા કોરોના સંક્રમણ વધુ ફેલાય તેનો ભય લોકોમાં સતાવી રહ્યો હતો ત્યારે જનતા ન્યૂઝ 360 એ પ્રજાના હિતમાં રહી અને અહેવાલ પ્રસારીત કર્યા હતા ત્યારે તંત્ર યુધ્ધના ધોરણે આવી અને માર્કેટ ભરાયું હતું તેને ખાલી કરાવાયું હતું અને વેપારીઓ સામે જાહેરનામા ભંગ નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી વેપારીઓ સામે અંબાજી પોલીસ કરશે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *