રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એર ઈન્ડિયા વનની પહેલી ફ્લાઇટમાં ચેન્નઈ પહોંચ્યા, પૂજા કરવા માટે તિરૂપતિ પણ જશે

897 Views

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે સવારે દિલ્હીથી એર ઈન્ડિયા વન-બી 777 ની પ્રથમ ફ્લાઇટમાં ચેન્નાઈ જવા રવાના થયા હતા. અહીંથી રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના તિરૂપતિ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર જશે, જ્યાં તેઓ તેમની પત્ની સવિતા કોવિંદ સાથે ભગવાનની પૂજા કરશે.

દિલ્હીથી ચેન્નઈ જવા રવાના થતાં પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટ પર ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના પાઇલટ્સ સહિતની આખી ટીમને મળ્યા હતા. એર ઇન્ડિયા વન વિમાન ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન માટે છે. તાજેતરમાં જ બે વીવીઆઈપી વિમાન એર ઇન્ડિયા વન ઇન્ડિયા પહોંચ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *