અમદાવાદના ડે.મ્યુનિ.કમિશ્નરને ફરીવાર થયો કોરોના,આર.કે.મહેતા સહિત 4 અધિકારીઓને ફરીવાર થયો કોરોના
257 Views
અમદાવાદમાં કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે એકવાર કોરોનાની સારવાર લઈ ચુકેલા અન્ય સ્વસ્થ થયેલા લોકોને પણ ફરીથી કોરોનાનો ચેપ લાગ્યાના કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં એએમસીના પદાધિકારીઓના કેસ પણ નોંધાયા છે.
તાજેતરમાં જ અમદાવાદના ડે.મ્યુનિ.કમિશ્નર આર.કે.મહેતા સહિત 4 અધિકારીઓને ફરીવાર થયો કોરોના છે. ડે.મ્યુનિ.કમિશ્નર આર.કે.મહેતાને અગાઉ જૂન માસમાં કોરોના થયો હતો. ત્યારબાદ 6 મહિનામાં ફરી તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમની સાથે એએમસીના અન્ય 3 અધિકારીઓ પણ ફરીથી સંક્રમિત થયા છે. આ કારણે દાણાપીઠ કચેરીનાં છઠ્ઠા માળનાં તમામ વિભાગો બંધ કરવામાં આવ્યા છે.