આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીનાં કમ્પાઉન્ડનાં ખૂણે ખૂણે વિદેશી દારૂની ખાલી બોટલો ….

537 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૃબંધી હોય ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલ રાજ્ય સરકાર સંચાલિત આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં વિદેશી દારૂની ખાલી બોટલો આવી ક્યાંથી ? થોડાક સમય પહેલા જ્યારે રાજસ્થાનના સી.એમ અશોક ગહેલોત દ્વારા ગુજરાત પર આકરા પ્રહારો કરાયા હતા કે ગુજરાત માં તો ઘરે ઘરે દારૂ વેચાય છે અને પીવાય છે ત્યારે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અશોક ગહેલોત ના સામે પ્રહાર કરતા એવું જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ જગ્યાએ દારૂ વેચાતો નથી અને કોઈ જગ્યાએ દારૂ પીવા તો નથી તો આ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કે જે રાજ્ય સરકાર સંચાલિત છે તેમાં આ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી હતી અને આ દારૂની બોટલો કોણે પીધી તે વિચારવું રહ્યું ? જ્યારે ગુજરાત માં દારૂબંધીની મોટી મોટી વાતો કરાતી હોય તો આ ગુજરાતનું નહીં પણ વિશ્વભરમાં સુપ્રસિદ્ધ ગણાતું એવું યાત્રાધામ અંબાજીમાં જે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ આવેલ છે આં હોસ્પિટલ રાજ્ય સરકાર સંચાલિત છે ત્યારે તેના માર્ગો ની સાઈડ મા જોવો કે હોસ્પિટલ નાં પાછળના ભાગે આવેલી દિવાલો ને અડીને કે આ હોસ્પિટલ ના કમ્પાઉનડ નાં અનેક ખૂણામાં દેશી અને વિદેશી દારૂની ખાલી બોટલ અને થેલીઓ પડેલી દેખાઈ રહી છે તો આ દેશી અને વિદેશી દારૂ ની ખાલી બોટલ અને થેલીઓ આવી ક્યાંથી ?

આ દારૂની બોટલો ને જોઈ આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને અને તેમની સાથે આવેલા બહારના લોકો આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલની કેવી છાપ લઈને જતા હશે આદ્યશક્તિ હોસ્પિટલ તો ઠીક પણ આ આદ્યશક્તિ હોસ્પિટલ જે ગામ આવેલું છે એ ગામ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાય છે ત્યારે આ અંબાજી યાત્રાધામ ની પણ કેવી ખરાબ છાપ ઉભી થતી હશે તે પણ એક વિચારવાની બાબત બની છે અંબાજી ધામ માં આવેલા આદ્યશક્તિ હોસ્પિટલમાં આ દારૂની બોટલો કોણે લાવી અને તે કેવી રીતે લાવી તે વાતે ગામ માં વેગ પકડ્યો છે આ વિદેશી દારૂની બોટલ કયા માર્ગ અને કયા થી લાવવા માં આવી જ્યારે ગુજરાત માં દારૂ બંધી હોઇ અંબાજી માં પ્રવેશ કરતા નાં તમામે તમામ માર્ગો પર ગુજરાત સરકારના પોલીસ જવાનો દ્વારા સખ્ત ચેકિંગ કરાતું હોય છે અંબાજી માં પ્રવેશ વા નાં બને માર્ગ કે જે રાજસ્થાન ને જોડતા માર્ગ છે એવા જાંબુડી બોર્ડર હોય કે છાપરી બોર્ડર હોય ત્યાં પોલીસની ચુસ્ત ચેકીંગ હોવા છતાં આ દારૂની બોટલો અંબાજી ધામમાં પ્રવેશ કઈ રીતે કરી તે ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે રાજ્ય સરકારી સંચાલિત હોસ્પિટલમાં દારૂ ની બોટલો આવી ક્યાંથી તે પ્રશ્ન લોક મુખે વેગે ચડ્યો છે ત્યારે શું આ હોસ્પિટલના કર્મચારીઓની મિલીભગત છે ? કે પછી કેમ તે વિચારવાની બાબત આ હોસ્પિટલ માં દારૂની બોટલો લાવ્યો કોણ તેની ઉપર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને જિલ્લાતંત્ર નાં અધિકારીઓ કઈ ભેદભાવ ની નીતિ ચલાવ્યા વગર જે પણ અધિકારીઓ ની આમાં મીલીભગત હોય તેની ઉપરી અધિકારીઓ ઘટતા પગલાં લે તે જરૂરી…

દારૂ ની ખાલી બોટલો જોતા હોસ્પિટલનાં સ્ટાફ સામે અનેક સવાલો
જ્યારે આં હોસ્પિટલ ના ગેટ પર 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તહેનાત રહેતા હોય તો આ દારૂની બોટલો પણ હોસ્પિટલ ના વિસ્તાર માં કોણે લાવે છે અને કોણ પીવે છે તે શું સિક્યુરિટી ગાર્ડને નથી દેખાતું કે પછી હોસ્પિટલના સ્ટાફની જ દારૂની બોટલોમાં સાંઠગાંઠ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે જો હોસ્પિટલના સ્ટાફની મિલીભગત ના હોય તો આટલી મોટી બેદરકારી કેમ સિક્યુરિટી ગાર્ડ ને અને હોસ્પિટલના ઉચ્ચકક્ષાના સત્તાધીશોને નથી દેખાતી ?…..

*શુ આ દારૂની બોટલો લાવનાર અને પીનાર સામે કોઈ પગલાં લેવાશે ખરા ?*
આરોગ્ય વિભાગના જિલ્લા અધિકારીઓ અને અંબાજી પોલીસ દ્વારા પણ આ ઘટનાની તપાસ કરવામાં આવે જેથી કરી અને આ યાત્રાધામ અંબાજી નું નામ ખરાબ થતું અટકાવી શકાય અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા ગોરખધંધા ને પણ અટકાવી શકાય અને અંબાજીની છબી ને પણ ખરાબ થતી અટકાવી શકાય ત્યારે અંબાજી પોલીસ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ વિષયની નોંધ લઇ અને ઉંડી તપાસ કરી અને આ ઘટનામાં સંડોવાયેલા મોજીલા બાબુ સામે ઘટતા પગલાં ભરે અને લાલ આંખ તે હાલ તબક્કે જરૂરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *