ના-ના કરતા હોય છતાં સુંદરતા ભલભલા પુરુષોનું મન મોહી લેતી હોય છે, આવી જ એક ઘટના મહેસાણામાં બની છે જ્યાં સુંદર કાયા અને રુપાળી ચામડી જોઈને લપસી પડેલા ખાનગી કંપની કંપનીના મેનેજરને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ, સુંદર યુવતીનો પોર્ટફોલિયો, શારીરિક સંબંધની લાલચ આપીને મેનેજરને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને ખાનગી કંપનીના મેનેજર સાથે માર્ચ 2020થી 13 જાન્યુઆરી 2021 સુધીમાં 2,23,84,300 રુપિયાની છેતરપિંડી થતાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

રુપાળી છોકરીઓની વાતો કરીને શરુઆતમાં 1500 રુપિયાથી શરુઆત કરવામાં આવી હતી જેમાં પડ્યા બાદ 56 વર્ષના મહેસાણાના શંકરભાઈ મેઘરાજભાઈ ચૌધરી સાથે 2 કરોડથી વધુની છેતરપિંડી થઈ ગઈ છે. મૂળ ધીણોજના શંકરભાઈ ચૌધરી કે જેઓ મહેસાણાના સીવાલ સર્કલ પાસે આવેલી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને માર્ચ 2020માં રવિ નામના શખ્સે વોટ્સએપ પર પોતાનો સ્પાનો ધંધો હોવાની વાત કરીને છોકરીઓની જરુરિયાત પૂરી પાડવામાં આવતી હોવાનું જમાવ્યું હતું. જોકે, તેમણે વાતચીત કરવાનું ટાળ્યું હતું, આ પછી તેમને 9 નવેમ્બર 2020માં ફરી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. શંકરભાઈ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાની વાત માનીને આગળ વધ્યા પરંતુ તેમને ખબર નહોતી કે આ ફ્રેન્ડશીપ ક્લબના નામે તેમની સાથે મોટી છેતરપિંડી થવાની છે.

જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ ફોન પર ફ્રેન્ડશીપ ક્લબની ઓફર આપીને શંકરભાઈના ચૂંટણીકાર્ડ લઈને મેમ્બરશિપ થઈ ગઈ હોવાનું જણાવીને છોકરીઓના ફોટોવાળો પોર્ટફોલિયો મોકલ્યો. આ પોર્ટફોલિયોમાં નંબર મોકલીને તેના પર વધુ વાત કરવા માટે જણાવ્યું હતું. આ પછી શંકરભાઈ ચૌધરીએ નંબર ડાયલ કર્યો તો સામે છેડે ધ્રુવિકા સવાણી નામની છોકરી વાત કરી રહી હતી, આ નંબર તેમને જીતેન્દ્ર પટેલે આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ પછી શંકરભાઈને ધ્રુવિકાએ ફ્રેન્ડશીપ ક્લબમાં યુનિવર્સલ કેટેગરીમાં તેમની મેમ્બરશીપનું રજીસ્ટ્રેશન થયું હોવાથી જણાવીને 29,600 રુપિયા જમા કરાવવા માટે કહ્યું હતું. શંકરભાઈએ જણાવ્યું કે, જે બાદ જીતેન્દ્ર પટેલે મને ફોન કરીને આ રકમ બંધન બેંકમાં જમા કરાવવા માટે કહ્યું હતું. તેઓએ કહ્યું કે પોતાને ધ્રુવિકા વધારે સારી લાગતી હોવાથી તેઓ તેના સંપર્કમાં રહેતા હતા અને અવાર-નવાર વાતો કરતા હતા.

આ પછી તેમણે ધ્રુવિકાને મળવાની વાત કરી તો ફરી 1,57,840 રુપિયા ભરવાની વાત કરવામાં આવી. શંકરભાઈએ ક્લબ મહિન્દ્રા હોટલમાં મળવાનું નક્કી થતા નવેમ્બર 2020માં આંગડીયા દ્વારા રુપિયા ભરી દીધા હતા. આ પછી જીતેન્દ્ર પટેલનો ફરી ફોન આવ્યો અને ધ્રુવિકા સાથે શારીરિક સંબંધ બાંધવો હોય તો ક્લબના ડૉક્ટર પાસે મેડિકલ ટેસ્ટ માટે રુપિયા 3,00,360 ભરવા માટે કહ્યું, જે પણ શંકરભાઈએ આંગડીયા દ્વારા ભરી દીધા હતા. આ પછી પણ ધ્રુવિકા સાથેની મીટિંગ ના થતા શંકરભાઈએ જીતેન્દ્ર પટેલને રુપિયા પાછા આપી દેવા માટે જણાવ્યું હતું.

આ પછી પણ શંકરભાઈ પાસે સર્વિસ ટેક્સ સહિત, વ્યાજ સાથે રુપિયા પાછા આપવાના, રાધિકા સાથે મીટિંગ કરાવવાની વિવિધ કારણો રજૂ કરીને લાખો રુપિયાની છેતરપિંડી કરવામાં આવી. રવિ પછી જીતેન્દ્ર પટેલ અને એ પછી ટીના પટેલ નામના વ્યક્તિએ છેતરપિંડી કરવાનું શરુ કર્યું.

પોતે ફ્રેન્ડશિપ ક્લબના નામે મોટી રકમ આપી દીધા બાદ ચારે નંબર પરથી તેમને ફોન આવવાનું બંધ થઈ ગયું અને સામે ફોન કરે તો કોઈ ફોન ઉપાડતું નહોતું અને આખરે તેમના નંબર પણ બંધ થઈ ગયા હતા. શરીર સંબંધની લાલચમાં અને રુપિયા વ્યાજ સાથે મળી જશે તેવી વાતોમાં આવીને શંકરભાઈ ચૌધરીએ 2 કરોડ 23 લાખ 84 હજાર 300 રુપિયા ગુમાવ્યા હતા. તેમણે આ રમક પોતાની બચત, લોન અને સગા પાસેથી ઉધાર લઈને આપ્યા હતા. સમાજમાં પોતાની આબરુના ધજાગરા થશે તેવા ડરે શંકરભાઈ પોલીસ ફરિયાદ નહોતા કરતા પરંતુ તેમના સગા દ્વારા જ્યારે રુપિયા પાછા માગવામાં આવ્યા ત્યારે તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

ફરિયાદી શંકરભાઈ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પરણેલા છે અને તેમનો એક દીકરો અને એક દીકરી પણ છે. તેઓ પોતે ડિપ્લોમા મીકેનીકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પણ કર્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરે તે પછી આરોપીઓ આ રીતે અન્ય કેટલા લોકોને છેતર્યા છે તેની વિગતો પણ બહાર આવી શકે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights