સુરતના પુણા વિસ્તારમાં બોમ્બે માર્કેટની કાપડની ચાર દુકાનોઓમાં વિકરાળ આગ ફાટી નીકળી.
Surat – હાલના કોરોના મહામારી સમયમાં રાજ્યમાં આગના અનેક નાના-મોટી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજ રોજ સુરતમાં વધુ એખ દુર્ઘટના સામે આવી છે. જેમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની કાપડની ચાર દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચી આવ્યો હતો.
સમગ્ર ઘટનાને જોતા પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની આદિત્ય ટેક્સટાઇલ્સમાં લાગેલી આગ બીજા માળે પ્રસરતા ચાર દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. શુક્રવારની રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બનેલી આગની ઘટનામાં આખા માર્કેટમાં ભાગદોડ થઈ હતી. 4 દુકાનોનું ફર્નિચર, સાડીઓનો જથ્થો, વાયરીંગ, કોમ્પ્યુટરો, એસી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરત ફાયર બ્રિગેડના અધિકારી અને જવાનોની પ્રસંશનીય કામગીરીને લઈ કોઈ જાનહાનિ થઈ નથી.
રોજી વાડિયા (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, બોમ્બે માર્કેટની પાછળના ભાગે દુકાનમાં આગ લાગી હોવાના કોલ બાદ તાત્કાલિક ટીમ સાથે દોડી આવ્યા હતા. બીજા માળે દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. દરમિયાન નીચેની દુકાનમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગી જતા ગણતરીની મિનિટોમાં આગ ઉગ્ર બની ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેટને સમય સર જાણ થયા બાદ મોટું નુકશાન કે જાનહાનિ થતા બચાવ થયો હતો. લગભગ 2 કલાક આગને કાબૂમાં લેવામાં અને બે કલાક કુલીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.