દેશ હોય કે વિદેશ બધી જગ્યા પર શાકભાજીનો વપરાસ લોકો કરતા હોય છે.તેવીજ રીતે ભરમાં શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થા છે.રોજીંદા જીવનમાં થતા વપરાશને કારણે તે ખાસ મોંઘી હતી નથી.પણ તમ મોંઘી શાકભાજી જોઈ છે.શું તમે જાણો છો દેશ અને દુનિયાની સૌથી મોંઘી શાકભાજી કઈ છે.ભરમાં મોંઘી એક શાકભાજી છે.ભારતમાં સૌથી મોંઘી શાકભાજી હિમાલયથી આવે છે.ભારતની આ શાકભાજીની દુનિયાભરમાં ખૂબ માંગ છે.જો તમારે આ શાકભાજીનો એક કિલો ખરીદવી હોય તો તમારે 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે.
આ શાકભાજીનું નામ ગુચી છે.તે હિમાલય પર જોવા મળતી જંગલી મશરૂમની એક પ્રજાતિ છે.બજારમાં તેની કિંમત 25 થી 30 હજાર રૂપિયા કિલો છે.આ શાકભાજીને રાંધવા માટે સુકા ફળ, શાકભાજી અને દેશી ઘીનો ઉપયોગ થાય છે.જેમાં ગણી મહેનત કરવી પડે છે.કારણ કે તેને ખાવાથી કોઈ હૃદય રોગ નથી થતો.આ સિવાય આ શાકભાજી શરીરને અન્ય ઘણા પ્રકારનાં પોષણ આપે છે.તે એક પ્રકારની મલ્ટિ-વિટામિન કુદરતી ગોળી છે.તે ભારતની એક દુર્લભ શાકભાજી છે,જેની માંગ વિદેશમાં પણ થાય છે.
આ ગુચી શાકભાજી નો નિયમિત ઉપયોગ કરવાથી થતા હ્રદય રોગો થતા નથી,આ ઔષધીય ગુણધર્મોથી ભરપુર સ્વાદીસ્થ ગણાય છે.હ્રદય રોગોથી પીડિત લોકો જો તે દરરોજ ઓછી માત્રામાં લે તો ફાયદો થશે.તે હિમાલયના પર્વતોથી લાવવામાં આવે છે અને સૂકવવામાં આવે છે.આ પછી,તેને માર્કેટમાં મોકલવામાં આવે છે.
ગુચીનું વૈજ્ઞાનિક નામ માર્ક્યુલા એસ્કલપેન્ટા છે.તેને સામાન્ય રીતે મોરેર્લ્સ પણ કહેવામાં આવે છે.તેને મશરૂમ પણ કહેવામાં આવે છે તે મશરૂલાની એક પ્રજાતિ, મોર્શેલા પરિવારની છે.તે ભારતમાં મોટાભાગે હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીરના પર્વતો પર ઉગાડવામાં આવે છે.ઘણી વખત વરસાદની ઋતુમાં તે જાતે ઉગે છે.પરંતુ સારી રકમ એકઠી કરવામાં ઘણા મહિના લાગે છે.આ શાકભાજી એટલા માટે ગણી મોંઘી છે કેમ કે તેને લેવા માટે પહાડોમાં ઊંચે જઉં પડે છે અને પોતાની જાતને જોખમમાં મુકીને તેને લાવવામાં આવે છે.માટે તે બીજી શાકભાજી કરતા મોંઘી છે.ગુચી વરસાદમાં સંગ્રહિત થાય છે અને સૂકાઈ જાય છે. પછી શિયાળામાં તેનો વધુ ઉપયોગ થાય છે.
અમેરિકન, યુરોપ, ફ્રાન્સ, ઇટાલીના લોકો આ શાકભાજી ખૂબ પસંદ કરે છે. આ ગુચી શાકભાજી પૂરતા પ્રમાણમાં વિટામિન બી,ડી,સી અને કે સમાવે છે.આ શાકભાજીમાં વધારે પોષક તત્વો હોય છે.હિમાચલના જંગલમાં કુદરતી રીતે ઉગાડવામાં આવતા આ શાકભાજી ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે જોવા મળે છે.
મોટી કંપનીઓ અને હોટલો તેને એકસાથે ખરીદી કરે છે.આ કારણોસર,આ વિસ્તારોમાં રહેતા લોકો મોસમ દરમિયાન જંગલોમાં રેહવા લાગે છે ને આ શાકભાજી એકત્રિત કરે છે.મોટી કંપનીઓ આ લોકો પાસેથી 10 થી 15 હજાર રૂપિયા પ્રતિ કિલો ખરીદે છે.જયારે બજારમાં તે 25 થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
આ શાકભાજીનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક કહે છે કે પર્વતનાં લોકો ગણી બખત આ શાકભાજી એકત્રિત કરવા જતા નથી કેમ કે આ અગલા વર્ષે થયેલી જગ્યા પર ફરી થતી નથી.કેટલીકવાર તે સીધી ચટ્ટાનો પર ઉગે છે.અથવા ઊંડી ખીણોમાં.જેથી આવી જગ્યા પર જાઉં ગણું જ મુસ્કેલ હોય છે.વાર્તાઓમાં એવું પણ કહેવામાં આવે છે.કે જ્યારે એક વાવાઝોડુ પર્વતોને ટકરાય છે અને તે જ સમયે વીજળી પડે છે, ત્યારે આ શાકભાજી ઉત્પન્ન થાય છે.આ શાકભાજી પાકિસ્તાનના હિન્દુકુશ પર્વતો પર પણ ઉગે છે.તે વિશ્વના શ્રેષ્ઠ મશરૂમ તરીકે ઓળખાય છે.
મોટાભાગના લોકો સુકી ગુચી ખાતા હોય છે.તેથી તેમાંથી સ્વાદ પ્રાપ્ત થતો નથી તેથી તાજી ગુચી ખાવામાં આવે છે.જ્યારે કાશ્મીરના લોકો ગુચીને ખૂબ જ તાજા મસાલાથી રાંધતા હોય છે,ત્યારે તેનો સ્વાદ વધારે સારો હોય છે.ગૂચી કબાબ દુનિયાભરની રેસ્ટોરાંમાં ખૂબ પ્રખ્યાત છે.એટલું જ નહીં, લોકો મીઠાઇ પણ બનાવે છે.
લોકો મજાકમાં કહેતા હોય છે કે જો તમાતે આ શાકભાજી ખાવી હોય તો તમારે બેંક પાસેથી લોન લેવી પડી શકે છે.કેમ કે આ બીજી શાકભાજી કરતા મોંઘી છે.