પ્રયાગરાજ: પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના

1,237 Views

પ્રયાગરાજ: પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો. ગેસ લીકેજના કારણે ઈફ્કોમાં તૈનાત 18 કર્મચારીઓની તબિયત બગડી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. યુરિયા ઉત્પાદન કરતી આ કંપનીના પ્લાન્ટમાં પમ્પ લીકેજના કારણે ગેસ લીક થયો હોવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લગભગ 11 વાગે ફુલપુર ઈફ્કોના પી-1 યુનિટમાં અમોનિયા ગેસ લીકેજ શરૂ થયો. ત્યાં હાજર અધિકારી વી પી સિંહ લીકેજ અટાકવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારબાદ તેમને બચાવવા માટે અધિકારી અભયનંદન પહોંચ્યા. તેઓ પણ ઝપેટમાં આવી ગયા. આ બંને ઓફિસરોને ત્યાં હાજર અધિકારીઓએ બહાર કાઢ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *