સુરતના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થય મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી હતી.
સુરતના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી હતી. પડોશમાં રહેતા 27 વર્ષીય હવસખોર દિનેશ દશરથ બૈસાણે બાળકીને નાસ્તો આપવાની લાલચે અપહરણ કર્યુ હતું
ગુજરાતમાં સૌ પ્રથમવાર બાળકી દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં સુરત પોલીસે 13 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 232 પાનાની ચાર્જશીટમાં 69 સાક્ષીઓ બનાવવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી 7 જેટલા કેસમાં ડીસીપી વિધિ ચૌધરીએ એક મહિનાની અંદર ચાર્જ શીટ બનાવી આરોપીઓને ફાંસી અથવા તો અજીવનકેદની સજા સુધી પહોંચાડ્યા છે.
સુરતના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી હતી. પડોશમાં રહેતા 27 વર્ષીય હવસખોર દિનેશ દશરથ બૈસાણે બાળકીને નાસ્તો આપવાની લાલચે અપહરણ કર્યુ હતું. વડાપાઉં પાર્સલ કરાવી રિક્ષામાં હવસખોર દિનેશ બાળકીને લઈ ઉધનાના લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલમાં ગયો હતો. જ્યાં ઝાડી-ઝાખરામાં બાળકીને લઈ જઈ તેના રેપ કરવાની કોશિશ કરી હતી. બાળકીએ પ્રતિકાર જેથી હવસખોરે પથ્થર બાળકીના માથામાં મારી હત્યા કરી હતી.