સંજેલી ગોવિંદ ગુરુમહારાજ ની 162 મી જન્મ જયંતી ની નિમિત્તે હવન કરવામાં આવ્યું.

941 Views

આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પૂજા-અર્ચના કરી ધજા ચડાવવામાં આવી.

  • પ્રતિનિધિ સંજેલી ૨૧ ૧૨ ફારૂક પટેલ

સંજેલી તાલુકા મથકે ગુરુ ગોવિંદ મહારાજ ની 162 મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે આદિવાસી પરિવાર દ્વારા ૨૦મી ડિસેમ્બર રવિવારના રોજ મહારાજનું પ્રતિમાને આદિવાસી પરિવારના વડીલ મિત્રો અને ભક્તો ભેગા મળી પૂજા અર્ચના હવન કરી ધજા ચડાવવામાં આવી.

સંજેલી તાલુકામાં આદિવાસી પરિવાર દ્વારા સમાજના પ્રણેતા ધર્મગુરુ સમાજ ને ઉજાગર કરનાર ગોવિંદ ગુરુ મહારાજની ૨૦ડિસેમ્બરના રોજ ૧૬૨ મી જન્મજયંતી નિમિત્તે આદિવાસી પરિવારના વડીલો મિત્રો અને ભક્તો ભેગા મળીને સંજેલી તાલુકા મથકે આવેલી ગોવિંદ ગુરુ ચોક ખાતે પૂજા અર્ચના હવન કરી નવી ધજા ચડાવવામાં આવી હતી.ભીલસમાજ ના પ્રણેતા આદિવાસી સમાજના સુધારક ભગત ક્રાંતિના પ્રણેતા તેમ જ સભા માનગઢ ના સ્થાપક એવા ગુરુ ગોવિંદ મહારાજ કે જેમણે અંગ્રેજો અને રજવાડા સામે આદિવાસીની સમાજના ક્રાંતિના બીજ રોપનાર ક્રાંતિકારી સમાજ સુધારક ગોવિંદ ગુરુ મહારાજની ૨૦મીરોજ 162 મી જન્મ જયંતી નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના રીત રીવાજ મુજબ વેશભૂષા ધારણ કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.ગત વર્ષે જિલ્લામાં સંજેલી તાલુકા મથકે સૌ પ્રથમ વખત આદિવાસી પરિવાર દ્વારા 10 ફૂટ ઊંચી ગુરુ ગોવિંદ મહારાજની પ્રતિમાનું પારંપરિક વેશભૂષા ઢોલ નગારા ભજન કીર્તન સાથે સંજેલીતાલુકાનાઆદિવાસી પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી.પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.૨૦/૧૨/૨૦૨૦ના રોજ રવિવાર ના રોજ શ્રી ગુરુ ગોવિંદ મહારાજ ની ૧૬૨ જન્મ જન્મજયંતી નિમિત્તે સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા ગુરુ ગોવિંદ મહારાજ ની પ્રતિમાં ને ફૂલહાર અર્પણ કરી ને તેમના કરેલા ઉમદા કાર્યો ની પ્રેરણા લઈ ને તેમના આશીર્વાદ લાઈ ને સમાજ ના કલ્યાણ માટે સમસ્ત આદિવાસી પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *