સંજેલીથી રાજસ્થાન જતા કપાસ ભરેલો ટેમ્પો ભમણ ઘાટમાં કાળમુખી વળાંકમાં ગુલાંટ ખાઈ ગયો. સંજેલીના ભામણ કાળમુખી વળાંકમાં મોટાભાગે અકસ્માત સર્જાય છે.
પ્રતિનિધિ સંજેલી મહેન્દ્ર ચારેલ
સંજેલી માર્કેટમાંથી કપાસ ભરેલો ટેમ્પો રાજસ્થાન લઈ જવાતો કાળમુખી ભામણ ગામના વળાંકમાં પલટી જતા ટેમ્પો ચાલક અને કંડક્ટરને કોઈ ગંભીર ઇજા થઇ ન હતી. સંજેલી તાલુકામાં મોટા ભાગે બહારથી ગાડીઓ આવતી હોય છે.ભામણ માં ભયાનક કાળમુખી વળાંકના કારણે મોટાભાગના અકસ્માત બનતા હોય છે. સંજેલી તાલુકાના ભામણના કાળમુખી વળાંક સીધો કરવામાં આવે તો મોટાભાગના અકસ્માત થતા અટકાય.
સંજેલી ઝાલોદ મુખ્યમાર્ગ પર ઇટાડી થી ભામણ સુધી લગભગ ૧ કિમી રસ્તા ના વળાંકમાં હોવાથી અકસ્માત માં મોટાભાગે લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. પરંતુ ટેમ્પાચાલક ની કોઈ જાતની હાની પહોંચી ન હતી.આ કાળમુખી વળાંકને સીધો તેમજ પહોળો કરવા સ્થાનિક તેમજ તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.
સંજેલીથી ઝાલોદ જતા મુખ્ય માર્ગ પર ઈટાડીથી ભામણ સુધીના લગભગ એક કિમી રસ્તામાં સાપોલિયાની જેમ વાંકાચૂંકી રસ્તાને કારણે અકસ્માતે મોત થતાં કેટલાય પરીવારો નોંધારા બન્યા છે.મોટાભાગના આ વળાંકમાં અકસ્માતોમાં સ્થળ પર જ વ્યક્તિના મોત નિપજ્યા છે.પરંતુ આ ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી કુદી પડતાં ટેમ્પો ચાલકને કોઈ જાનહાની થઈ ન હતી. આ કાળમુખી વળાંક ની બન્ને સાઈટો પર લગભગ સરકારી જમીનો હોવા છતા પણ સીધો કે પહોળો કરવામાં આવતો નથી ત્યારે આ ભામણ સુધીના માર્ગ પર આવેલા વળાંકને સીધો કે પહોળો કરવામાં આવે તેવી સંજેલી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.
ઝાલોદ તરફ જતા મુખ્ય માર્ગ પર ભામણ ઘાટા મા આવેલા વળાંકમાં મોટાભાગના અકસ્માતોમાં લોકોનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાના બનાવો બન્યા છે.ત્યારે આ માર્ગને વહિવટી તંત્ર દ્વારા તાત્કાલીક પહોળો તેમજ સીધો કરવામાં આવે જેથી કેટલાય લોકોની જિંદગી બચી જાય અને પરિવાર નોંધારા બનતા રહી જાય.તેવી ગામલોકોની માગણી છે.