મોરબી ખાટકીવાસ ફાયરીંગ-ડબલ મર્ડર કેસમાં વધુ ૨ આરોપી ઝડપાયા
928 Views
મોરબી ખાટકીવાસ ફાયરીંગ-ડબલ મર્ડર કેસમાં વધુ ૨ આરોપી ઝડપાયા
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ફાયરિંગની ધટનામાં બે યુવાનના મોત થયા હતા જેમા પોલીસે અગાઉ દસ આરોપીને ઝડપી લીધા હતા જે હાલ વધુ બે આરોપીને ઝડપી લીધા છે.
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવારે ફાયરિંગની ધટના બની હતી જેમાં ફાયરીંગ થતા બે યુવાનના મોત થયા હતા જે બનાવની એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી જેમાં છ આરોપીને ઝડપી કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તો વધુ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં યાસીન રજાકભાઈ બકાણી મેમણ અને કાદિર સલીમભાઈ બાનાણીને ઝડપી લેવાયા છે તો બનાવમાં હજુ અન્ય આરોપી ફરાર હોય જેને પકડવા પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે.