મોરબીમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મના કિસ્સામાં મદદગારી કરનાર બે ઈસમ ઝડપાયા
મોરબીના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મનો કિસ્સો બન્યો હતો.આ બનાવમાં સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતુ જેમા અને બે શખ્સોએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ મામલે બે આરોપીને ઝડપી લેધા છે તો એક આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચાલુ છે.
મોરબીના ગ્રામ્ય પંથકની સગીરા પર દુષ્કર્મ થયુ હતુ જે મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ નારણ ચૌહાણ રહે મોરબી ઋષિકેશ વિધાલય પાસે મૂળ ઉના જી ગીર સોમનાથ વાળો જેને તેની સગીર વયની દીકરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના રૂમે અવારનવાર લઇ તેમજ ગત તા ૨૩ ના રોજ રાત્રીના સાડાબ બારેક વાગ્યે તેના ઘરેથી મોટરસાયકલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય આરોપી રાહુલની મિત્ર જયદીપ સગર અને રાહુલ નો મિત્ર રવી સગર બંને શખ્સોએ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.