ગુજરાત ATSને મળી મોટી સફળતા,ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મોટો ખુલાસો

2,326 Views

દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે (Jhalod Councillor Hiren Patel Murder case:) ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા (Imran) નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે ઈમરાને અમિત કટારા (Amit Katara)ના કહેવાથી હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારા (Bhavesh Katara- MLA)નો ભાઈ છે. હાલ સમગ્ર મામલે એક બાદ એક ખુલાસો થઈ રહ્યા છે. આ મામલે અત્યારસુધી કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદના ઝાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્ય પ્રદેશના ચાર અને ગુજરાતના બે લોકો મળી કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આ આરોપીને શોધવા માટે ATS લાગી ગઈ હતી. આ દરમિયાન ATS ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છૂપાયો છે. અહીંથી એટીએસે તેની ધરપકડ કરી હરી.

ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા છે. ઇમરાને કૉંગ્રેસના MLA ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો છે. આથી અમિતે ઇમરાન અને અજય કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *