ગુજરાત સરકાર વેક્સીન માટેની તમામ તૈયારી સાથે સજ્જ,યુનીસેફ રસીનું સ્ટોરેજ કરવા માટે આપશે ફ્રીઝ અને કુલર

999 Views

સમગ્ર દેશમાં હાલ કોરોનાના કારણે લોકોમા ભયનો માહોલ છે.ત્યારે કોરોનાની વેક્સિન ગમે ત્યારે આવી શકે છે.જે માટે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી તે રીતે રજિસ્ટ્રેશન અને ત્યાર બાદ નક્કી કરેલા સેન્ટર પર વેક્સિન આપવાની પ્રક્રિયા કરવામાં આવશે.તેની સાથે વેક્સિન સ્ટોરેજ અને અન્ય બાબતને પણ ઝીણવટ ભરી રીતે તૈયારી કરીને વેકસીન ટ્રાવેલ,સ્ટોરેજ અને આપવાની પ્રક્રિયા માટેની SOP તૈયાર કરી દેવામાં આવી છે.

યુનીસેફ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીયોને કોરોના વેક્સિન અંગે અનેક સવાલો છે.પરંતુ તે અંગે વેક્સિન કમિટીના ડોકટર તેમજ નિષ્ણાત ડોક્ટરો પણ આ અંગે માહિતી આપી હતી. આ સેમીનારમાં વેક્સિનના સમયગાળા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા આવ્યું હતું જેમાં લોકોમાં એવી માન્યતા છે કે કોરોના વેક્સિન આટલી ઝડપથી બની તો તેની સામે શક્યતા છે.પરંતુ આ અંગે નિષ્ણાંત ડોકટરોએ જણાવ્યું હતું કે આ વેક્સિનમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ અન્ય વેક્સિન કરતા આ ઓછા સમયમાં આવી રહી છે પણ તેમાં દરેક વેક્સિનની જેમ જ તમામ ટ્રાયલ ફેસને આવરી લેવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોના વેક્સિન 28 દિવસના અંતરે બીજી વખત લેવી પડશે. દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર બાદ તેમને વેક્સિન આપવામાં આવશે.સામાન્ય ટેમ્પરેચર એટલે કે 2 થી લઈને 8 ડીગ્રી તાપમાનમાં કોરોના વેક્સિન સ્ટોર કરવામાં આવશે અને નક્કી કરાયેલા લોકોને જ વેક્સિન આપવામાં આવશે. કોરોનાની વેક્સિન પ્રક્રિયામાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે પણ તેં અંગે કેન્દ્ર દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

આ બધાની વચ્ચે યુનિસેફ દવારા અગાઉ કરેલા વેક્સિન કાર્યક્રમ અને અન્ય અનુભવ પણ વેક્સિન પ્રક્રિયામાં મદદ કરશે. આખી પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર મોનીટરીંગ કરવામાં આવશે. વેક્સિન લેનારને એક કોન્ટેકટ નંબર આપવામાં આવશે. જેના આધારે તેઓ તેમને કોઈ સમસ્યા થાય તો તેઓ તેમનો સંપર્ક કરો શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *