સાંસદની ગુલાંટ : મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું

704 Views

ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે નાટકીય રીતે રાજીનામું પરત ખેંચ્યું હોવાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરુચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી. જોકે, સરકારે સાંસદ બની રહેશો, તો સરકાર તમારી સારવારનો ખર્ચ ભોગવશે અને તમારી સારવાર સારી રીતે થઈ શકશે, તેમ જણાવ્યું હતું. તેમજ તેમને સાંસદ પદે બની રહેવા માટે ભલામણ કરી હતી. એટલું જ નહીં, તેમના પ્રવાસની જવાબદારી અન્ય અધિકારીઓને આપવાની વાત કરી હતી. જેથી તેમણે રાજીનામો નિર્ણય પરત લીધો હોવાની જાહેરાત કરી હતી.

ગઈ કાલે રાજીનામું આપ્યા પછી સાંસદ વસાવાને મુખ્યમંત્રી રૂપાણીને મળવા માટે બોલાવ્યા હતા. આજે સવારે તેઓ લગભગ અડધો કલાક સુધી વનમંત્રી ગણપત વસાવા સાથે વાતચીત કરી હતી. આ પછી તેઓ પત્રકાર પરીષદમાં આવ્યા હતા. તેમજ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું. આ સમયે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.

રાજીનામા પછી ગઈ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. ગાંધીનગર પહોંચેલા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી. ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત પછી તેઓ વિગતવાર વાત કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. આજે વહેલી સવારે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા રવાના થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પહેલા તેઓ વનમંત્રી ગણપત વસાવા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *